પશ્ર્ચિમ રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડતા શહેરના કાલાવડ રોડ ઉપર આવેલો ન્યારી-1 ડેમ ગત રાત્રે ફરી ઓવરફ્લો થયો હતો. ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ડેમમાં ધોધમાર આવક થઇ હતી. ચાલુ ચોમાસે અગાઉ ઓવરફ્લો થઇ ચુકેલા અને કુલ 25.10 ફૂટની ઉંડાઇના ન્યારી-1 ડેમમાં રાત્રે 0.16 ફૂટ પાણીની આવક થતા ડેમ પૂર્ણ સપાટીએ ભરાયો હતો, પાણીની આવક સતત ચાલુ રહેતા આજે સવારની સ્થિતિએ ડેમનો એક દરવાજો 0.15 મીટર સુધી ખુલો રાખવામાં આવ્યો છે.
વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના ફ્લડ સેલના જણાવ્યા મુજબ ગત સવારે સાતથી આજે સવારે સાત વાગ્યે સુધીના છેલ્લા 24 કલાક દરમિયાનમાં વર્તુળના કુલ 82 ડેમમાંથી ચાર ડેમમાં વરસાદી પાણીની આવક નોંધાઇ છે જેમાં રાજકોટ જિલ્લામાં રાજકોટ શહેરની ભાગોળે જામનગર રોડ ઉપર આવેલા આજી-2 ડેમમાં એક ફૂટ, રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર આવેલા ન્યારી-1 ડેમમાં 0.16 ફૂટ, મોરબી જિલ્લાના બ્રાહ્મણી-2માં 0.16 ફૂટ અને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો-2 (ધોળી ધજા) ડેમમાં અડધો ફૂટ નવા નીરની આવક નોંધાઇ છે. જ્યારે ચાર ડેમ સાઈટ ઉપર વરસાદ નોંધાયો છે જેમાં રાજકોટ જિલ્લામાં ન્યારી-1 ડેમ ઉપર ચાર મીમી, મોતીસર ડેમ ઉપર 20 મીમી, જામનગર જિલ્લાના ફોફળ-2 ડેમ ઉપર 20 મીમી અને ઉંડ-3 ડેમ ઉપર 10 મીમી વરસાદ નોંધાયો છે.
ન્યારી-1માંથી દોઢ માસમાં જેટલું પાણી ઉપાડ્યું તેટલું ફરી ઠલવાયું
ચાલુ ચોમાસે ઓગષ્ટ માસમાં ન્યારી-1 ડેમ ઓવરફ્લો થયા બાદ સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન છેલ્લા દોઢ મહિનામાં તેમાંથી જેટલું પાણી ઉપાડ્યું તેટલું મેઘરાજાએ ફરી ઠાલવી આપ્યું છે અને હાલ ડેમ બીજી વખત સતત ઓવરફ્લો થઇ રહ્યો છે. ન્યારી-1 ડેમની જળ સંગ્રહ ક્ષમતા 1248 એમસીએફટીની છે અને હાલ પૂર્ણ ક્ષમતાએ ભર્યો હોય તેમાં 1248 એમસીએફટી જળ સંગ્રહ થયો છે જેમાંથી 1187 એમસીએફટી જીવંત જથ્થો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech