એનવીડીયા સ્ટોક, જેને તાજેતરના વર્ષેામાં રોકેટની જેમ ઉડાન ભરી હતી તેને ગઈકાલે ભારે નુકસાન થયું હતું. સૌથી મોટી સેમિકન્ડકટર મેન્યુફેકચરિંગ કંપનીના શેરના ભાવમાં ૯ ટકાથી વધુનો ઘટાડો થયો. એનવીડીયાનું કુલ માર્કેટ કેપ હવે ઘટીને ૨.૬૪૯ ટિ્રલિયન ડોલર થઈ ગયું. જેના કારણે કંપનીએ તેના ઈતિહાસમાં એમકેપમાં સૌથી મોટા એક દિવસીય ઘટાડાનો ભોગ બનવું પડુ.ં કંપનીના એમકેપમાં એક જ દિવસમાં ૨૭૯ બિલિયન ડોલરનો ઘટાડો થયો છે, જે ભારતના બે સૌથી ધનિક વ્યકિતઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની સમગ્ર સંપત્તિ કરતાં અને વિશ્વના સૌથી અમીર વ્યકિત ઈલોન મસ્કની કુલ સંપત્તિ કરતાં પણ વધુ છે.
સોમવારે અમેરિકન માર્કેટમાં રજા હતી. મંગળવારે જાહેર રજા બાદ બજાર ખુલ્યું ત્યારે અમેરિકન બજાર ઘટાડાનો ભોગ બન્યું હતું. તે ઘટાડા માટે સૌથી મોટો ભાગ એનવીડીયાનો હતો, જેના શેરના ભાવમાં ૯.૫ ટકાનો ઘટાડો થયો હતો.
આ ઘટાડો કેટલો મોટો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ભારતના બે સૌથી અમીર વ્યકિત મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની સંપત્તિને જોડીએ તો પણ આંકડો ઘણો પાછળ છે. ફોબ્ર્સની રીયલટાઇમ બિલિયોનેર લિસ્ટ અનુસાર, ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યકિત મુકેશ અંબાણીની કુલ સંપત્તિ હાલમાં ૧૧૭.૩ બિલિયન ડોલર છે. તે વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ૧૨મા સ્થાને છે. ગૌતમ અદાણી ૮૩.૪ બિલિયન ડોલરની નેટવર્થ સાથે ભારતના બીજા અને વિશ્વના ૨૧મા નંબરના સૌથી ધનિક વ્યકિત છે.
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની કુલ સંપત્તિનો આંકડો મળીને ૨૦૦ બિલિયન ડોલર સુધી પહોંચે છે, યારે એનવીડીયા ના એમકેપની એક દિવસીય ખોટ ૨૭૯ બિલિયન ડોલરછે. આ ઘટાડો વિશ્વના સૌથી અમીર વ્યકિત એલોન મસ્કની કુલ સંપત્તિ કરતાં પણ વધુ છે. ફોબ્ર્સની રિયલ ટાઈમ યાદીમાં, એલોન મસ્ક હાલમાં ૨૪૧.૭ બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં પ્રથમ સ્થાને છે.
એનવીડીયા ને તેના શેરમાં થયેલા આ મોટા ઘટાડાથી વિશ્વની સૌથી મોટી કંપનીઓની યાદીમાં પણ નુકસાન થયું છે. એનવીડીયાનું કુલ માર્કેટ કેપ હવે ઘટીને ૨.૬૪૯ ટિ્રલિયન ડોલર થઈ ગયું છે. થોડા દિવસો પહેલા સુધી, એનવીડીયા એપલ અને માઇક્રોસોટની સાથે ૩ ટિ્રલિયન એમકેપ ધરાવતી કંપનીઓની યાદીમાં સામેલ હતી. હાલમાં એપલ ૩.૩૮૭ ટિ્રલિયન ડોલરના એમકેપ સાથે પ્રથમ સ્થાને છે અને માઈક્રોસોટ ૩.૦૪૩ ટિ્રલિયન ડોલર સાથે બીજા સ્થાને છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech