પોરબંદરમાં ટી.બી.ના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું થયું વિતરણ

  • September 24, 2024 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા સરકારી ટી.બી.હોસ્પિટલ ખાતે ટી.બી.ના દર્દીઓને આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખાના ચેરમેન લાખણશી ગોરાણિયાના માર્ગદર્શન હેઠળ ૧૩ જેટલી વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે,આ સેવા પ્રવૃત્તિઓના ભાગરૂપે પોરબંદર જિલ્લાના ટી.બી.ના દર્દીઓને દર્દમાંથી મુક્તિ મળે તે માટે તેઓને જરૂરી પૌષ્ટિક આહારની કીટ દર મહિને આપવામાં આવે છે. જેના ભાગરૂપે રેડક્રોસ ઓફિસ ખાતે ઉપસ્થિત દર્દીઓને આહાર કીટ અર્પણ કરવામાં આવી હતી. 
ટી.બી.ના દર્દીઓને ઝડપથી રોગમુક્ત કરવા દવાની સાથે પૌષ્ટિક આહારની પણ ખાસ જરૂરીયાત રહેતી હોય છે, ત્યારે હાલ મોંઘવારીના સમયમાં ગરીબ દર્દીઓ પૌષ્ટિક આહાર પુરતા પ્રમાણમાં ખરીદી શકતા ન હોય.આથી પોરબંદર જિલ્લાના કોઈપણ ટી.બી.ના દર્દીઓને પૌષ્ટિક આહારના કારણે દર્દથી પીડાવું ન પડે તે માટે પોરબંદર રેડક્રોસ જિલ્લા શાખા દ્વારા દર મહિને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવે છે.તેના ભાગરૂપે ટી.બી. હોસ્પિટલ પોરબંદર ખાતે દાતા જયેશભાઇ મોઢાના આર્થિક સહયોગથી પૌષ્ટિક આહારની કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
ક્ષયના દર્દીઓને ટી.બી. હોસ્પિટલ દ્વારા દવાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. તેની સાથે સાથે પોરબંદર રેડક્રોસ જિલ્લા શાખા દ્વારા આ તમામ દર્દીઓને દર મહિને જરૂરી પૌષ્ટિક આહાર કીટ આપવામાં આવે છે,જેમાં ઘઉં લોટ, ખીચડી, ગોળ, સિંગ તેલ, ચણા, ચણાદાળ, મગ, સીંગદાણા, દાળિયા, ખજુર, કાળી દ્રાક્ષ, વળીયારી, ગાયનું ઘી, પ્રોટિન પાઉડર સહિતના ખાદ્ય પદાર્થો સાથે બનાવેલી પૌષ્ટિક આહાર કીટ દર્દીઓને આપવામાં આવે છે.જો દર્દીઓ સમયસર દવા અને આ આહાર કીટમાં આપેલ ખાદ્ય પદાર્થને આરોગે તો ચોક્કસપણે ટી.બી.ના રોગમાંથી મુક્ત થઈ શકે છે. પૌષ્ટિક આહાર કીટ વિતરણમાં પોરબંદર રેડક્રોસના ચેરમેન લાખણશી ગોરાણિયા, સેક્રેટરી અકબરભાઈ સોરઠીયા, શાંતિબેન ઓડેદરા, ડો. સીમાબેન પોપટીયા, ચંદ્રેશ કિશોર, વિમલ હિંડોચા, રાજેન્દ્ર નાયર, ડો. સંજય મોઢા વગેરેએ ઉપસ્થિત રહી ટી.બી.ના દર્દીઓને આહાર કીટનું વિતરણ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application