નારી તું નારાયણી શબ્દો યર્થાથ અર્થમાં સાર્થક બન્યો છે આજકાલના આંગણે ભારતીય સંસ્કૃતિમાં ક્રીઓને દેવીનું સ્વરૂપ કહેવામાં આવે છે. આજથી જ નહીં પરંતુ સદીઓથી ભારતમાં મહિલાઓની પૂજા થતી આવી છે. શકિત માટે દેવી દુર્ગા, સંપતિ માટે દેવી લમી અને બુધ્ધી માટે દેવી સરસ્વતીની પૂજા આરાધના કરવામાં આવે છે. આવી જ દુર્ગા લમી અને સરસ્વતી સ્વરૂપા, સમાજ ઘડતરમાં પોતાનું યોગદાન આપનાર, વિરાંગનાઓનું આજકાલ દ્રારા ભવ્ય અને જાજરમાન કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. પ્રખર વકતા દેવાંશી જોશીએ સમાજમાં સમયાંતરે મહિલાઓના સ્થાન સ્વમાન, સન્માન અને સાહસની વાતો કરી કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતાં. એવોર્ડ પ્રા કરનાર મહિલાઓની પસંદગીની મહેમાનો, ઉપસ્થિતો અને એવોર્ડીઓએ ખૂલ્લા દિલથી પ્રશંસા કરી હતી અને આજકાલને ખોબલે ખોબલે અભિનંદન આપ્યા હતાં.
આજકાલ દૈનિક દ્રારા સતત પાંચમા વર્ષે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ ક્ષેત્રે પારંગત પ્રતિભાશાળી, પુરૂષ સમોવડી ૨૪ મહિલાઓનું આજકાલના મોભી ધનરાજભાઇ જેઠાણી, એમડી ચંદ્રેશભાઇ જેઠાણી, મેનેજીગં એડિટર અનિલભાઇ જેઠાણી, ગ્રુપ એડિટર કાનાભાઇ બાંટવા, જનરલ મેનેજર અતુલભાઇ જોશીના માર્ગદર્શન હેઠળ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સન્નારીઓના સાહસને બીરદાવવા માટે સરાજા હોટલ ખાતે યોજાયેલા એવોર્ડ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે મેયર નયનાબેન પેેઢડિયા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, આરએમસી કમિશનર ડો. તુષાર સુમેરા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ ઝાલા, દંડક મનિષ રાડિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીવાયએસપી કૃષ્ણકુમારસિંહ ગોહિલ, આજકાલ ગ્રુપના શ્રીમતી વંશિકા જેઠાણી, શ્રીમતી યાના જેઠાણી, શ્રીમતી કિરણ બાંટવા, ઇન્ફીનીટી ગ્રુપના ડાયરેકટર વિનાયક મહેતા અને તેમના પત્ની વંદના મહેતા ઉ૫સ્થિત રહ્યા હતાં. સમારોહમાં આજકાલના મેનેજીગં ડિરેકટર ચંદ્રેશભાઇ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઇ બાંટવાએ શાબ્દીક પ્રાસંગીક સ્વાગત, અભિવાદન કયુ હતું. આજકાલ દ્રારા છેલ્લા પાંચ વર્ષથી મહિલાઓના સન્માનમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આજકાલ ગ્રુપ દ્રારા પત્રકાર અને પ્રખર વકતા દેવાંશી જોશી સંગાથે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આજકાલ દ્રારા આયોજિત આ સમારોહમાં મુખ્ય સહયોગ એપ્ટસ ફાર્મા લિમિટેડ, ક્રાઇસ્ટ હોસ્પિટલ, જવેલદીપ, સિક્રેટ કિચન, ઇન્ફીનીટી મની, યુએનઆઇ, ક્રાઇસ્ટ કેમ્પસ, બ્લીસ આઇવીએફ, પુજારા ટેલિકોમ, કેસર ઓર્ગેનીક, જેટીસી હોલીડેઝ, જેપી જવેલર્સ, પ્રભુક્રૃપા આઇવીએફ, હાથી મસાલા, દિવા સ્કીન કેર, રાજુ એન્જીનિયર્સ, ઇન્ક્રેડીબલ ગ્રુપનો રહ્યો હતો.
હરહંમેશ સમાજને કંઈક નવું આપવામાં 'આજકાલ' અગ્રેસર: ચંદ્રશભાઈ જેઠાણી
'આજકાલ' દ્રારા સતત પાંચમાં વર્ષે આ એવોર્ડનું આયોજન થયું છે ત્યારે 'આજકાલ'ના ચીફ એડિટર એન્ડ એમડી ચંદ્રેશભાઈ જેઠાણીએ આમંત્રિત મહેમાનોને રૂડો આવકાર આપી તેમનું સ્વાગત કયુ હતું. તેઓએ જણાવ્યું હતું કે, 'આજકાલ' પરિવાર દ્રારા હરહંમેશ કંઈક નવું કરવામાં આવે છે. મુખ્ય વકતા દેવાંશી જોષી વિષે તેઓએ જણાવ્યું હતું કે, માણસ ધારે તો કયાંથી શરૂઆત કરે અને કયાં પહોંચી શકે તેમનું ઉત્તમ ઉદાહરણ છે. આ તકે વિશિષ્ટ પ્રતિભાઓને શોધી લાવી અને તેમને સન્માનવા માટે છેલ્લા એક મહિનાથી મહેનત કરતી 'આજકાલ'ની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
બહેનો ખોંખારીને બોલવાનું ભૂલી ગઈ છે: દેવાંશી જોષી
ખોખારીને બોલવાનું આપણે ભુલી ગયા છીએ તેવા શબ્દોની સાથે દેવાંશીબેન જોષીએ પોતાના વકતવ્યનો પ્રારભં કર્યેા હતો. અવાજ ઉઠે છે એ અગત્યનું નથી એ કોના માટે ઉઠે એ અગત્યનું છે. આ તકે મહાભારતનો એક સુંદર પ્રસંગ ધૃતરાષ્ટ્ર્ર અને સંજયના સંવાદનું સુંદર વર્ણન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, આંખ બંધ કરી દેવાથી સૂર્ય અસ્ત થતો નથી. આપણને ડર લાગે છે પીડાથી વેદનાથી એટલે આપણે અવાજ ઉઠાવતા નથી. જયારથી અવાજ ઉઠવાના બંધ થયા ત્યારથી દ્રશ્યો ચિતકાર કરીને બોલી ઉઠયા. સુરત દુર્ઘટનાનું વર્ણન કરતા તેઓએ જણાવ્યું કે, નાની અમથી ક્ષતિથી જે બાળકો મરી ગયા તેની માની હાલત શું હશે તેની કલ્પના જ કંપાવી દે છે. આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે અવાજ ઉઠાવવો જરૂરી છે. પત્રકાર પત્રકાર હોય છે સ્ત્રી કે પુરુષ તે અગત્યનું નથી. ઈશ્વરે સ્ત્રી–પુરૂષમાં કોઈ ભેદભાવ નથી કર્યેા.સ્ત્રીઓની ચળવળમાં નફરત કે દ્રેષભાવ નથી અન્યાય વર્ષેાથી થયો છે પણ હવે જાગવાની જરૂર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech