હવે Alexa પર સાંભળવા મળશે બચ્ચનનો વોઈસ : Amazon સાથે કર્યા કરાર

  • September 16, 2020 03:36 PM 399 views

બૉલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન નિવૃત્તિની ઉંમરમાં બમણું કામ કરી રહયા છે ત્યારે તાજેતરમાં વધુ એક સમાચાર મળ્યા છે કે બચ્ચને પોતાનો અવાજ આપવા માટે એમેઝોન સાથે કર્યા છે. એમેઝોનની આર્ટિફિશિયલ ટેકનોલોજી ઉપર આધારિત મૌખિક આદેશ કરનારી સર્વિસ Amazon Alexa સાથે પાર્ટનરશિપ કરનાર અમિતાભ બચ્ચન પહેલા ભારતીય છે.

 

Alexa પર અમિતાભ બચ્ચનનો અવાજ સાંભળવા માટે યુઝર્સે Amazon Alexaને  'Alexa, Say Hello To Mr. Amitabh Bachchan.' એવું સૂચન કરવાનું રહેશે. આ અંગે Amazonને તેના બ્લોગપોસ્ટ પર માહિતી આપતા કહ્યું હતું કે, 'કંપની અને અમિતાભ બચ્ચને વિશેષ સેલિબ્રિટી  વોઈસ અનુભવ પ્રદાન કરવા માટે કરાર કર્યા છે. આથી હવે યુઝર્સ Amazon Alexa પાર મહાનાયકનો અવાજ સાંભળી શકાશે. આ માટે બચ્ચનના અવાજ વાળું ઈન્સ્ટુમેન્ટ ખરીદવાનું રહેશે અને આ ફીચર આવતા વર્ષ સુધીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.'

 

Amazon Alexa ટીમ બિગબી સાથે મળીને ગ્રાહકોની માગ અનુસાર કામ કરશે. અમિતાભ બચ્ચનના અવાજમાં જોક્સ, શાયરી, એન્વાયર્મેન્ટની જાણકારી અને સલાહ પણ મેળવી શકાશે. આ કરાર અંગે અમિતાભનું કહેવું હતું કે, 'ટેકનોલોજી સાથે તેમને હંમેશા કંઈક નવું કરવાની તક મળી છે. ટીવી, રેડિયો અને હવે Amazon Alexa સાથે કામ કરવા હું  ખૂબ રોમાંચિત છું.'


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application