હવે ઓડિશામાં મહિલાઓને મળશે પીરિયડસ લીવ

  • August 16, 2024 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓડિશા સરકારે, રાયમાં પ્રથમ વખત સરકારી અને ખાનગી કંપનીઓ બંનેમાં કામ કરતી મહિલા કર્મચારીઓ માટે એક દિવસની માસિક રજાની નીતિ શ કરી છે. કટકમાં જિલ્લા–સ્તરીય સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન, ઓડિશાના નાયબ મુખ્ય પ્રધાન પ્રવતી પરિદાએ જણાવ્યું હતું કે મહિલા કર્મચારીઓને તેમના માસિક ચક્રના પ્રથમ કે બીજા દિવસે રજા લેવાની મંજૂરી આપવામાં આવશે. એક દિવસની માસિક રજા નીતિ તરત જ લાગુ થશે. ભારતમાં વર્ષેાથી પીરિયડ લીવ અંગે ચર્ચા ચાલી રહી છે. મહિલાઓનું કહેવું છે કે તેમને પીરિયડસ દરમિયાન રજા મળવી જોઈએ. જો કે કયારેક કેટલીક મહિલાઓ તેનો વિરોધ પણ કરે છે. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પીરિયડ લીવ પર મોડલ પોલિસી બનાવવાનો નિર્દેશ આપ્યો છે.
દરેક ક્રીની શારીરિક રચના અલગ–અલગ હોય છે. આ જ કારણસર પીરિયડસને લઈને દરેક મહિલાનો અનુભવ અલગ–અલગ હોઈ શકે છે. ક્રીઓનું એક જૂથ છે જેમના પીરિયડસ હેલ્ધી છે. પીરિયડસ કયારે આવે છે અને કયારે જાય છે તેની આપણને ખબર પણ નથી પડતી. જયારે કેટલીક ક્રીઓ માટે પીરિયડસ ખૂબ જ પીડાદાયક હોય છે. ઘણી વખત તેમને હોસ્પિટલમાં પણ દાખલ કરવા પડે છે. તેમને ઘણી પીડા સહન કરવી પડે છે. દર્દની સાથે–સાથે વ્યકિતને ઉલ્ટી, ઉબકા, માથાનો દુખાવો, પગમાં દુખાવો, કમરનો દુખાવો જેવી અનેક શારીરિક સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. આ દુખાવો એટલો ખતરનાક છે કે આ સમયગાળા દરમિયાન બરાબર બેસી કે કામ પણ કરી શકતા નથી. આવી મહિલાઓ માટે પીરિયડસ દરમિયાન રજા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. દરેક કંપની માટે પીરિયડસ દરમિયાન રજા આપવી શકય નથી, પરંતુ આ સમય દરમિયાન, ઘરેથી કામ કરવા અથવા પીરિયડસના પ્રથમ ૨ દિવસ માટે રજા આપવાની વ્યવસ્થા કરવી જોઈએ.  પીરિયડસ દરમિયાન પીરિયડ લીવ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પીરિયડસ દરમિયાન, ઘણી ક્રીઓને ખૂબ પીડા, થાક, મૂડ સ્વિંગ અને અન્ય ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ બધાને કારણે મહિલાઓની ક્ષમતાઓને ઘણી અસર થાય છે. માસિક રજા દરમિયાન આરામની ખાસ જર છે. જેથી તેમની કાર્ય ક્ષમતા પર નકારાત્મક અસર ન પડે. મહિલાઓને લગતી સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે લોકો ખુલીને વાત કરતા નથી. આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વિશે સમાજમાં ઘણી માન્યતાઓ છે, તેને દૂર કરવી ખૂબ જ જરી છે. રજા આપવાથી પીરિયડસ વિશેની વાતચીતને સામાન્ય બનાવવામાં મદદ મળશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application