હવે નવા કમિશ્નર સુજીતકુમારનું પણ બન્યું ફેક આઈડી

  • August 21, 2024 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 ભાવનગર મહાનગર પાલિકાના નવાનિયુક્ત કમિશનર સુજીતકુમારે ચાર્જ સંભાળી લીધો હતો. જોકે, તેઓએ ૯મીએ જ ચાર્જ સંભાળી લીધો હતો, પરંતુ જોઈનિંગ લીવ પર હતા, દસેક દિવસ બાદ ચાર્જ સંભાળવાની સાથે તેના નામે વોટ્સએપમાં ફેક આઈડી પણ બની ગયું હતુ.  અને મ્યુ. સ્ટાફમાં ફેક આઈડી પરથી મેસેજ પણ ચાલુ થઈ ગયા હતા.
રાજ્ય સરકારે ૧૦ આઈએએસની કરેલી બદલીમાં ૨૦૧૦ની બેંચના સુજીતકુમારને ભાવનગર મુક્યા છે, ૬ઠી ઓગષ્ટના રોજ ભાવનગર મ્યુનિસિપલ કમિશનર નિલેશ વી. ઉપાધ્યાયની ગાંધીનગર બદલી થયા બાદ ગાંધીનગરથી સુજીતકુમારને ભાવનગર મ્યુ. કમિશનર તરીકે મુક્યા છે. તેઓએ ચાર્જ સંભાળીને વોટર સર્કસ, કમ્પ્યૂટર સહિતના વિવિધ વિભાગોની ચર્ચા કરી હતી. પરંતુ તેઓ હાજર થવાની સાથે જ તેઓના નામે ફેક વોટસએપ આઈડી બનાવીને કોઈ શખસએ મેસેજ મોકલ્યા હતા, જોકે, ભાવનગરના તત્કાલિકન કમિશનર એમ.એમ.ગાધી, એન.વી. ઉપાધ્યાયના આવી રીતે ફેક
આઈડી બનાવ્યા હતા. જેથી મ્યુ. સ્ટાફ પણ ચેતી ગયો હતો. ફેક આઈડીમાં મહાનગર પાલિકાની વેબ સાઈટ પર મુકેલો ફોટો વોટસએપના ડીપીમાં મુકવામાં આવ્યો હતો. જે નંબરની તપાસ કરવામાં આવતા તે શ્રીલંકાનો હોવાનું બહાર આવ્યુ હતું. નવનિયુક્ત કમિશનર સુજીત કુમાર  કોર્પોરેશનના અધિકારીઓની કામ કરવાની રીતભાત, વહીવટી માળખુ, જવાબદારીઓ વિશે માહિતી મેળવી રહ્યા છે, ત્યારે ઈ સરકાર પોર્ટલ પર તેઓના નામે આઈડી પાસવર્ડ પણ એક્ટીવ કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application