લોકો તમારા ચહેરાને જોઈને કહી શકે છે કે તમે રાત્રે કેટલી સારી રીતે ઐંઘો છો. ઘણીવાર તમારા ચહેરા અને આંખોની તાજગી જોઈને લોકો પૂછે છે કે તમે રાત્રે બરાબર ઉંધ્યા નથી, પણ હવે એઆઈ તમારી હલનચલન જોઈને કહેશે કે તમે રાત્રે કેટલા સમય સુધી સૂઈ ગયા છો. વર્જીિનયાની યોર્જ મેસન યુનિવર્સિટીમાં થયેલા એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે એઆઈ તમારી હલનચલન જોઈને તમને ઐંઘના કલાકો જણાવશે. આ સંશોધન માટે સેન્ટર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ સંશોધનમાં ૨૪ વર્ષની વયના લગભગ ૧૨૩ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ લોકોના શરીરમાં મોશન સેન્સર લગાવવામાં આવ્યા હતા. સેન્સર ડેટા એઆઈ લનિગ અલ્ગોરિધમને મોકલવામાં આવ્યો હતો જેને લગભગ ૧૦૦ અલગ–અલગ મૂવ્સ શીખવવામાં આવ્યા હતા.
આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે જો ચાલતી વખતે વ્યકિતના હિપ્સ વધુ હલતા હોય, વ્યકિતનું શરીર વધુ પડતું વળેલું હોય અથવા ચાલતી વખતે તેના પગ જમીન સાથે સરખી રીતે અથડાતા ન હોય તો સમજી લેવું કે આવી વ્યકિત પૂરતી ઐંઘ નથી લઈ શકી.
સામાન્ય લોકોની સરખામણીમાં ઓછી ઐંઘ લેનારા લોકોની ચાલમાં ઘણો ફેરફાર જોવા મળ્યો હતો. આવા લોકોના પગલાં ખૂબ જ થાકી જતા હતા. આ સંશોધન યુનિવર્સિટીના પ્રોફેસર જોએલ માર્ટિનના નેતૃત્વમાં પૂર્ણ થયું હતું અને તેનો રિપોર્ટ સ્લીપ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયો છે.જો તમને રાત્રે પૂરતી અને સારી ઐંઘ ન આવી હોય તો તમારો ચહેરો આ વાત સ્પષ્ટ્રપણે દર્શાવે છે. લોકો તમારા ચહેરાની તાજગી જોઈને તમારી ઐંઘના કલાકો જણાવી શકે છે. જે લોકો ઓછી ઐંઘ લે છે તેઓ સવારે ઉઠા પછી પણ આળસુ રહે છે. આવા લોકો વારંવાર બગાસું ખાય છે. સ્વભાવમાં ચીડિયાપણું રહે. ઐંઘ ન આવવાને કારણે દિવસભર આળસ આવે છે. થાક યથાવત રહે છે અને કોઈપણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech