ચોમાસાના ધોરી માસ અષાઢના બીજા સાહથી આખરે સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં પણ મેઘરાજાએ જોરદાર પધરામણી કરતાં ખેડૂતો અને લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે. છેલ્લા બે દિવસથી સમગ્ર વિસ્તારમાં સંતોષકારક વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત પૂરતો મર્યાદિત રહેલો અનરાધાર વરસાદ હવે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર્ર–કચ્છ તરફ આગળ વધ્યો છે.
આજે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન રાયના ૩૪ જિલ્લાના કુલ ૨૬૭માંથી ૨૬૫ તાલુકામાં ઝાપટાથી માંડીને ૧૫ ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ૮થી ૧૫ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. ત્યારે સૌરાષ્ટ્ર્ર–કચ્છના કુલ ૯૦ તાલુકામાંથી ૮૮ તાલુકામાં ઝાપટાથી માંડીને સવા સાત ઈંચ સુધી વરસાદ નોંધાતા આ સિઝનમાં પ્રથમ વખત સમગ્ર વિસ્તારમાં સંતોષકારક વરસાદી માહોલ સર્જાયો છે.
સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ૧૮૦ મિમી (સવા સાત ઈંચ) નોંધાયો હતો. ત્યારબાદ મોરબી જિલ્લાના વાંકાનેરમાં ૧૭૬ મિમી (સાત ઈંચ), કચ્છ જિલ્લાના રાપરમાં ૧૨૫ મિમી (પાંચ ઈંચ), જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં ૧૧૦ મિમી (સાડા ચાર ઈંચ), અમરેલી જિલ્લાના લીલીયામાં ૧૦૯ મિમી (સાડા ચાર ઈંચ) અને રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ૮૯ મિમી (સાડા ત્રણ ઈંચ) વરસાદ નોંધાયો હતો. રાજકોટ શહેરમાં ૪૧ મિમી, મોરબીમાં ૧૧૨ મિમી, અમરેલીમાં ૯૫ મિમી, બોટાદમાં ૩૬ મિમી, જામનગર શહેરમાં ૪૩ મિમી, ગારીયાધારમાં ૫૦ મિમી, ખંભાળિયામાં ૪૦ મિમી તથા પોરબંદર શહેરમાં ૧૧ મિમી વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથ જિલ્લામાં ઉના, તાલાળા, સુત્રાપાડા અને કોડીનાર સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. આજે સવારે પણ રાજકોટ જિલ્લાના પડધરી અને જસદણ, જામનગર જિલ્લાના જામજોધપુર, મોરબી જિલ્લાના હળવદ, સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા, ચોટીલા અને લીંબડી તેમજ ભાવનગર જિલ્લાના સિહોર, તળાજા અને વલ્લભીપુર પંથકમાં ફરી વરસાદ શ થતાં વરસાદી માહોલ યથાવત રહ્યો હતો