હવે સરળતાથી વિદેશ મોકલી શકાશે સામાન: સરકારે લોન્ચ કયુ વ્યાપાર પોર્ટલ

  • September 12, 2024 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આયાત અને નિકાસને લગતી તમામ પ્રકારની માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવવા માટે સરકારે એક નવું પોર્ટલ શ કયુ છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે વાણિય મંત્રાલયમાં ટ્રેડ કનેકટ ઈ–પ્લેટફોર્મ લોન્ચ કયુ. તેમણે જણાવ્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર્ર બનાવવાનો છે, જેના માટે સરકાર વ્યાપાર સંબંધિત દરેક પ્રક્રિયાને સરળ બનાવવાની દિશામાં કામ કરી રહી છે.
આ પ્લેટફોર્મ સૂમ, લઘુ અને મધ્યમ ઉધોગ મંત્રાલય, એકસપોર્ટ–ઈમ્પોર્ટ બેંક ઓફ ઈન્ડિયા, ટીસીએસ અને વિદેશ મંત્રાલયના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. મંત્રીએ કહ્યું કે કસ્ટમ ડુટી, તેને લગતા નિયમો, ઉત્પાદનો અને કયા દેશોમાં ઉત્પાદનોની નિકાસની શકયતાઓ છે અને મુકત વેપાર કરારો અને અન્ય માહિતી સહિતની તમામ માહિતી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. પોર્ટલ નિકાસકારોને વ્યાપક સમર્થન અને સંસાધનો પૂરા પાડશે, તેમને વ્યવસાય કરવામાં મદદ કરશે. આ પોર્ટલ નિયમિતપણે અપડેટ કરવામાં આવશે, જેથી લોકોને એક જ જગ્યાએ તમામ માહિતી મળી શકે.
બેંકોને પણ પોર્ટલ સાથે જોડવામાં આવશે. ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) સંતોષ કુમાર સારંગીએ જણાવ્યું હતું કે પોર્ટલ નિકાસકારોને ઝડપથી વેપાર–સંબંધિત માહિતી પ્રદાન કરશે. તે નિકાસકારોને મુખ્ય સરકારી સંસ્થાઓ અને વિદેશમાં ભારતીય દૂતાવાસ, વાણિય વિભાગ, નિકાસ પ્રમોશન કાઉન્સિલ જેવા નિષ્ણાતો સાથે જોડવાનું પણ કામ કરશે. તે નિકાસના દરેક તબક્કે સહાય પૂરી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે છ લાખથી વધુ આઈઈસી (આયાત–નિકાસ કોડ) ધારકો, ૧૮૦ થી વધુ ભારતીય દૂતાવાસના અધિકારીઓ, ૬૦૦ થી વધુ નિકાસ પ્રમોશન કાઉન્સિલના અધિકારીઓ ઉપરાંત ડીજીએફટી, વાણિય વિભાગ અને બેંકોના અધિકારીઓને જોડશે. તેમણે કહ્યું કે આગામી તબક્કામાં અમે બેંકોને પણ પોર્ટલ સાથે જોડીશું, જેના દ્રારા નિકાસકારો બેંકો પાસેથી લોન માટે સરળતાથી અરજી કરી શકશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application