હવે નેટવર્ક વિના પણ કોલ કરી શકાશે બીએસએનએલની સેટેલાઇટ સર્વિસ લોન્ચ

  • November 15, 2024 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ ) એ ભારતમાં પ્રથમ સેટેલાઇટ–ટુ–ડિવાઈસ સર્વિસ શ કરી છે, જે દેશના સૌથી દૂરના વિસ્તારોમાં પણ કનેકિટવિટી પ્રદાન કરશે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડોટ ) એ આની જાહેરાત કરી અને કહ્યું કે આ સેવા અમેરિકન કંપની વિયાસેટ સાથે મળીને શ કરવામાં આવી છે. આ નવી ટેકનોલોજીનો ઉદ્દેશ્ય એવા વિસ્તારોમાં કનેકિટવિટી આપવાનો છે યાં સામાન્ય મોબાઈલ નેટવર્ક પહોંચતું નથી.
આજે પણ ભારતમાં ઘણા એવા વિસ્તારો છે યાં જીઓ, એરટેલ, વોડાફોન–આઈડિયા સહિત કોઈપણ ટેલિકોમ કંપનીનું નેટવર્ક સુલભ નથી, જેના કારણે ત્યાં રહેતા લોકો ટેલિકોમ કનેકશનનો લાભ લઈ શકતા નથી. આ ખાસ કરીને પહાડી અને જંગલવાળા વિસ્તારોમાં થાય છે. લોકોની આ સમસ્યાને દૂર કરવા માટે, બીએસએનએલએ ભારતમાં પ્રથમ વખત સેટેલાઇટ–ટુ–ડિવાઈસ સેવા શ કરી છે, જેના દ્રારા લોકો ફોન નેટવર્ક વિના પણ ટેલિકોમ કનેકિટવિટીનો ઉપયોગ કરી શકશે.
આ સેવા સૌ પ્રથમ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (આઈએમસી ૨૦૨૪)માં રજૂ કરવામાં આવી હતી. ભારતમાં ડિજિટલ વિભાજન ઘટાડવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. બીએસએનએલ મુજબ, સેટેલાઇટ–ટુ–ડિવાઈસ સેવાનું પરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે, અને તે વિવિધ પડકારજનક વિસ્તારોમાં પણ સ્થિર જોડાણો પ્રદાન કરવામાં સક્ષમ છે.
તાજેતરમાં કેટલીક મોબાઇલ બ્રાન્ડસે એવી સુવિધાઓ શ કરી છે જે કટોકટીની સ્થિતિમાં સેટેલાઇટ કનેકિટવિટી પ્રદાન કરે છે, પરંતુ તે માત્ર ઇમરજન્સી સેવાઓ સુધી મર્યાદિત છે. હવે સામાન્ય નાગરિકો પણ દૂરના વિસ્તારોમાં બીએસએનએલની આ સેવા સાથે જોડાઈ શકે છે.
બીએસએનએલનું આ સેટેલાઇટ નેટવર્ક યુઝર્સને ઈમરજન્સી કોલ, એસઓએસ મેસેજ અને યુપીઆઈ પેમેન્ટમાં પણ મદદ કરશે. જો કે, કંપનીએ સ્પષ્ટ્ર કયુ નથી કે આ સુવિધા સામાન્ય કોલ્સ અને એસએમએસ માટે ઉપલબ્ધ હશે કે નહીં.
બીએસએનએલ ની પાર્ટનર કંપની વિયાસેટએ કહ્યું કે આ સેવા પૃથ્વીથી ૩૬,૦૦૦ કિલોમીટરની ઉંચાઈ પર સ્થિત જીઓસ્ટેશનરી એલ–બ્રાન્ડ સેટેલાઇટ દ્રારા શકય બની રહી છે. આઈએમસી ૨૦૨૪ દરમિયાન, વિયાસેટએ આ ટેકનોલોજીનું પ્રદર્શન કયુ અને ટુ–વે કોમ્યુનીકેશનની ક્ષમતા પણ દર્શાવી.
જો કે, બીએસએનએલ એ હજુ સુધી જાહેર કયુ નથી કે ગ્રાહકો કેવી રીતે સેવાનો ઉપયોગ કરી શકશે. બીએસએનએલના હાલના યુઝર્સને હાલના પ્લાનમાં આ સેવા મળશે કે વધારાના ચાર્જ વસૂલવામાં આવશે તે હજુ સુધી જાણી શકાયું નથી. આશા છે કે બીએસએનએલની આ સેવા વિશે વિગતવાર માહિતી ટૂંક સમયમાં ઉપલબ્ધ કરવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News