હવે એઆઈ ટેકનોલોજીથી બનેલો પોલીસ રોબોટ ગુનેગારોને પકડશે

  • December 13, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટેકનીકલ વિકાસ સાથે, રોબોટસનો ઉપયોગ ઘણા ક્ષેત્રોમાં વધી રહ્યો છે. ચીને એઆઈ સંચાલિત રોબોટ વિકસાવ્યો છે જે ગુનેગારોને પકડવામાં પોલીસને મદદ કરશે. તેને પોલીસ રોબોટની સાથે 'આરટી–જી' નામ આપવામાં આવ્યું છે. આ ગોળાકાર રોબોટ આત્મનિર્ભર રીતે કામ કરી શકે છે. તેને લોગોન ટેકનોલોજીથી વિકસાવવામાં આવ્યો છે. ચીની મીડિયા રિપોટર્સ અનુસાર, આરટી–જી પશ્ચિમી દેશોના સર્વેલન્સ રોબોટસથી અલગ છે.
તે ગુનેગારોનો પીછો કરવા અને પકડવામાં સક્ષમ છે. તેનો એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તે શહેરના રસ્તાઓ પર ફરતી વખતે ગુનાહિત ગતિવિધિઓને શોધી રહ્યો છે. તે વધુ જોખમવાળા વાતાવરણમાં કામ કરવા માટે બનાવવામાં આવેલ છે. તેનો હેતુ ગુનેગારોની એવી માન્યતાને તોડવાનો છે કે તેઓ પોલીસથી બચી શકે છે.
એઆઈ ની મદદથી ' આરટી–જી' રોબોટમાં ઘણી ખાસ સુવિધાઓ સામેલ કરવામાં આવી છે. તે જાળી ફેંકી શકે છે અને ઐંચાઈએથી પડતાં કામ કરવામાં પણ સક્ષમ છે. તે ૩૫ કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. તેમાં અત્યાધુનિક સેન્સર અને ફેશિયલ રેકિશન સોટવેર છે. આ શંકાસ્પદ પ્રવૃત્તિઓને ઓળખી શકે છે. ચીની મીડિયાએ તેમને ભવિષ્યમાં ગુનેગારોને પકડનાર હીરો ગણાવ્યા છે.
રોબોટ જમીન અને પાણી પર સમાન રીતે કામ કરી શકે છે. તે ચાર ટન સુધીનો ભાર સહન કરવા સક્ષમ હોવાથી અકસ્માત કે હત્પમલામાં મોટું નુકસાન ટાળી શકે છે. તે ટ્રેપ ગન, ટીયર ગેસ સ્પ્રેયર અને સાઉન્ડ વેવ સાધનોથી સ છે. યારે ભયથી ઘેરાયેલા હોય ત્યારે અન્ય રોબોટસ અને પોલીસની મદદ લેવા માટે તેમાં સોટવેર પણ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application