હવે સાંઢીયો પુલ મે મહિનાથી તોડાશે

  • April 13, 2024 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરના જામનગર રોડનો સાંઢીયો પુલ એપ્રિલ માસના પ્રથમ સાહથી બધં થશે અને ૫૦ વર્ષ જુના પુલનું ડિમોલિશન શ થશે તેવી જાહેરાત કરાઇ હતી પરંતુ આવી જાહેરાત કરીને મહાનગરપાલિકાએ શહેરીજનોને એપ્રિલ ફલ બનાવ્યા હતા. આ પ્રોજેકટની પ્રથમ જાહેરાતથી મુખ્ય મંત્રીના હસ્તે ખાતમુહર્ત સુધીમાં અનેક વખત અવનવી તારીખો જાહેર કરાયા બાદ હવે જુના પુલનું ડિમોલિશન કરવામાં પણ તારીખ પે તારીખની સ્થિતિ જોવા મળી રહી છે. દરમિયાન આજે મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે સાંઢીયો પુલ તોડવાની કામગીરી મે મહિનાના પ્રથમ પખવાડિયાના અંતે કરવામાં આવશે મતલબ કે હજુ એક મહિનો વીતી જશે, તા.૧૫–મે થી આ કામગીરી શ થાય તેવી શકયતા છે.

વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે એપ્રિલ માસના પ્રથમ સાહથી સાંઢિયો પુલ બધં કરવા અને જૂનો પુલ તોડવા માટેની કામગીરી શ કરવાની ગણતરી હતી પરંતુ હજુ સુધી ડાય વર્ઝન રોડની કામગીરી પૂર્ણ થઇ ન હોય પુલ તોડવાની કામગીરી શ થઇ શકે તેમ નથી. મે મહિનાના મધ્ય ભાગથી ૫૦ વર્ષ જૂનો આ પુલ તોડવાનું શ કરાય તે પૂર્વે ડાયવર્ઝન ટ માટે પોલીસ જાહેરનામું બહાર પાડશે, આ માટે મહાપાલિકા તત્રં દ્રારા પોલીસ વિભાગને જાણ કરાઇ છે પરંતુ યાં સુધી ડાઇવર્ઝન રોડનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ દિશામાં પણ કોઇ કાર્યવાહી થઇ શકે તેમ નથી.

સાંઢીયો પુલ નવો બનાવવાનું જાહેર કરાયુ ત્યારથી આજ દિવસ સુધીમાં અનેક વિધ્નો આવ્યા છે, બે વર્ષ પૂર્વે ભયગ્રસ્ત જાહેર કરાયેલા પુલનું ખાતમુહર્ત તો થઇ ગયું છે પરંતુ આજ દિવસ સુધી કામ શ થયું નથી તે હકીકત છે. કામ શ થયાથી પૂર્ણ થવામાં પણ હજુ બે વર્ષ વીતી જશે તે નક્કી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application