હવે કુતરા કરી રહ્યાં છે કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની ઓળખ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત છે કે નહીં તે જાણવા માટે દુનિયાભરમાં કોવિડ 19ના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. જો કે ફિલનેન્ડમાં એક નવી જ તરકીબથી કોરોના વાયરસની ઓળખ કરવામાં આવી રહી છે. ફિનલેન્ડમાં કુતરાઓ કોરોના સંક્રમિત દર્દીઓની ઓળખ કરી રહ્યાં છે.

 

ફિનલેન્ડમાં કુતરાઓને એવી ટ્રેનિંગ આપવામાં આવી છે કે તે કોરોના વાયરસને સુંઘીની જાણી શકે છે. આ કુતરાઓ એક કલાકમાં 250થી વધુ કોરોના સંક્રમિત વ્યક્તિની ઓળખ કરી શકે છે ઉપરાંત કોરોનાના લક્ષણો દેખાવાના શરૂ થાય એના પાંચ દિવસ પહેલા કુતરાઓ કોરોનાની જાણ કરી શકે છે. આ માટેનો પાયલોટ પ્રોજેક્ટ ફિનલેન્ડમાં સૌથી વ્યસ્ત હેલસિંકી-વેંતા એરપોર્ટ પર શરૂ કરવામાં આવ્યો છે. આ ટ્રેનિંગ ફિનલેન્ડ ઉપરાંત લંડનમાં પણ આપવામાં આવી છે.

 

ફિનલેન્ડમાં સ્મેલ ડિટેકશન એસોશિએશને કુતરાઓને એવા તૈયાર કર્યા છે કે કુતરાઓ સુંઘીને જણાવી દે છે કે જે તે વ્ય્ક્તિ કોરોનાથી સંક્રમિત છે કે નહીં. હાલમાં કુતરાઓને 15 દિવસની ટ્રેનિંગ આપવમાં આવી રહી છે અને તે માટે ઉત્તમ 10 ઈંસ્ટ્રક્ટને આ કામ સોંપવામાં આવ્યું છે. કોંસી નામનો એક રેસક્યુ ડોગ અગાઉ અનેક ખાસ ઓપરેશનોમાં કામ કરી ચુક્યો છે. આ ડોગને કેન્સર અને ડાયાબિટીઝની બિમારીઓ પણ સુંઘીને જાણ કરવાની ટ્રેનિંગ આપવામાં આવી છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS