બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર થતા અત્યાચાર અને ભારતીય ધ્વજની નકલ વિદ્ધ ભારતના ઘણા રાયોમાં સતત દેખાવો થઈ રહ્યા છે. આ દરમિયાન ત્રિપુરાની હોટલ અને રેસ્ટોરાંએ પણ મોટો નિર્ણય લીધો છે. તેઓએ હવે બાંગ્લાદેશીઓને સેવાઓ આપવાનો ઇનકાર કરી દીધો છે. ઉત્તર–પૂર્વીય રાયમાં ટ્રાવેલ સેકટરના સર્વેાચ્ચ સંગઠન દ્રારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.
બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર થતા અત્યાચાર અને ભારતીય ધ્વજની નકલ વિદ્ધ ભારતના ઘણા રાયોમાં સતત દેખાવો થઈ રહ્યા છે. એટલું જ નહીં થોડા દિવસો પહેલા અગરતલા અને કોલકાતાની બે હોસ્પિટલોએ પણ બાંગ્લાદેશી નાગરિકોની સારવાર પર પ્રતિબધં મૂકયો હતો. આ દરમિયાન ગઈકાલે ત્રિપુરા હોટેલ્સ અને રેસ્ટોરન્ટસે પણ મોટો નિર્ણય લીધો છે. તેઓએ હવે બાંગ્લાદેશીઓને સેવાઓ આપવાનો ઇનકાર કરી દીધો છે.ઉત્તર–પૂર્વીય રાયમાં ટ્રાવેલ સેકટરના સર્વેાચ્ચ સંગઠન દ્રારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. બંને પાડોશીઓ વચ્ચે રાજદ્રારી સંબંધોમાં તણાવને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઓલ–ત્રિપુરા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ ઓનર્સ એસોસિએશન દ્રારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રાયની હોટેલો બાંગ્લાદેશી પ્રવાસીઓને મ આપશે નહીં અને તેમને રેસ્ટોરાંમાં ભોજન પીરસવામાં આવશે નહીં.આ નિવેદન એવા સમયે બહાર પાડવામાં આવ્યું છે યારે રાજધાની અગરતલામાં સેંકડો લોકોએ બાંગ્લાદેશી મિશનની આસપાસ એક વિશાળ રેલી કાઢી હતી. આ દરમિયાન બાંગ્લાદેશમાં હિન્દુ સતં ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ તેમજ પાડોશી દેશમાં લઘુમતીઓ પર હત્પમલાનો વિરોધ કરવામાં આવ્યો હતો.એટીએચઆરઓએના જનરલ સેક્રેટરી સૈકત બંધોપાધ્યાયે જણાવ્યું હતું કે આ નિર્ણય ગઈકાલે યોજાયેલી ઇમરજન્સી બેઠકમાં લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, આપણે ધર્મનિરપેક્ષ દેશ છીએ અને તમામ ધર્મેાનું સન્માન કરીએ છીએ. આપણા રાષ્ટ્ર્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે અને બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓના એક વર્ગ દ્રારા લઘુમતીઓને જુલમનો સામનો કરવો પડી રહ્યો છે. આવી ઘટનાઓ પહેલા પણ બનતી હતી પરંતુ હવે તો હદ વટાવી ગઈ છે.તેમણે કહ્યું કે, બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ ખરેખર ચિંતાજનક છે. અમે વિવિધ હેતુઓ માટે ત્રિપુરાની મુલાકાત લેતા લોકોની સેવા કરીએ છીએ. અમે બાંગ્લાદેશમાં લઘુમતીઓ સાથેના વ્યવહારની નિંદા કરીએ છીએ. અગાઉ, મલ્ટી–સ્પેશિયાલિટી ખાનગી હોસ્પિટલ આઇએલએસ હોસ્પિટલે જાહેરાત કરી હતી કે તે પાડોશી દેશમાં લઘુમતીઓ પરના અત્યાચારના વિરોધમાં બાંગ્લાદેશના કોઈપણ દર્દીની સારવાર નહીં કરે.
અગરતલામાં બાંગ્લાદેશી આસિસ્ટન્ટ હાઈ કમિશન પાસે સેંકડો વિરોધીઓએ રેલી કાઢી હતી, જેમાં ૫૦ થી વધુ વિરોધીઓ પરિસરમાં પ્રવેશ્યા હતા. આ ઘટનાક્રમથી અધિકારીઓ અને કર્મચારીઓમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું. ભારતના વિદેશ મંત્રાલય (એમઈએ) એ આ ઉલ્લંઘનની નિંદા કરી છે. એમઈએ એ પણ સ્પષ્ટ્ર કયુ કે તમામ રાજદ્રારી અને કોન્સ્યુલર પ્રોપર્ટીની સુરક્ષા હંમેશા સુનિશ્ચિત કરવી જોઈએ અને બાંગ્લાદેશ મિશનની સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં એસિડ પી લેનાર પરિણીતાનું મોત
January 24, 2025 10:50 AMરોટરેક્ટ કલબ ઓફ જામનગર દ્વારા "ચેસ ટુર્નામેન્ટ" નું આયોજન
January 24, 2025 10:49 AMભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી બે માનવ કંકાલ મળ્યા
January 24, 2025 10:47 AMઆંખની તપાસ દ્વારા મળી શકશે ડિમેન્શિયા જેવા મગજના ગંભીર રોગોની જાણકારી
January 24, 2025 10:46 AMગુજરાત રાજ્ય એસટી નિગમ મહાકુંભમાં બસ દોડાવવા તૈયાર, ટૂંક સમયમા હર્ષ સંઘવી જાહેરાત કરશે
January 24, 2025 10:46 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech