બનવાની જાણવા મળતી વિગતો મુજબ, ભીલવાસ શેરી નં.૪ માં રહેતો અને પાનની દુકાનમાં નોકરી કરનાર મૂળ અમરેલીનો વતની યુવાન રહીમ સમા(ઉ.વ ૧૮) રાત્રીના પાનની દુકાનેથી છુટી ટિફિન મંગાવી જમીને આંટો મારવા નિકળ્યો હતો.દરમિયાન પારસી અગીયારી ચોક પાસે મિત્ર મોઇન અને અફઝલ સાથે બેઠા હતાં.બાદમાં તે નજીકમાં આવેલી દુકાનમાં ફાકી લઇને પરત મિત્રો સાથે જતો હતો ત્યારે રસ્તામાં એક શખસને ભેટો થઇ ગયો હતો.છરી સાથે ધસી આવેલા આ શખસે યુવાનને છરી બતાવી તારી પાસે જે કાંઇ રૂપિયા હોય તે મને આપી દે નહીંતર છરી મારી દઇશ કહી છરીનો છુટો ઘા કરતાં તેનો હાથે છતીમાં લાગતા ઇજા થઇ હતી. બાદમાં આરોપીએ છરી બતાવી ધમકી આપતા યુવાને ખિસ્સામાં રહેલા રૂ.૮૦૦ કાઢી આ શખસને આપી દીધા હતાં.આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે કરણ ઉર્ફ કડા નામના શખસ સામે ગુનો નોંધ્યો હતો.
સરજાહેર બનેલા લૂંટના આ બનાવને લઇ પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી.આર.વસાવાની રાહબરી હેઠળ પીએસઆઇ આઇ.એ.બેલિમ તથા ટીમે તપાસ હાથ ધરી હતી.પોલીસે તાકીદે આરોપી કરણ ઉર્ફે કડા દિલિપભાઇ જીંજીવાડીયા(રહે. ભીલવાસ,રાજકોટ) ને ઝડપી લીધો હતો.પોલીસે જણાવ્યું હતું કે આરોપી રેસકોર્સ પાસે મકાઇની લારી ધરાવે છે,આરોપી સામે ચોરી, મારામારી અને જાહેરનામા ભંગના મળી ચાર જેટલા ગુના નોંધાઇ ચૂકયા છે. પોલીસે આરોપીની આગવી ઢબે સરભરા કરી તેના પર સવાર લુખ્ખાગીરીનું ભૂત ઉતારી નાંખ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં SOGનો સપાટો: શાસ્ત્રીમેદાનમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે બે આરોપી ઝડપાયા
April 21, 2025 09:18 PMસુરતમાં નકલી હેડ એન્ડ સોલ્ડર શેમ્પૂનું કૌભાંડ ઝડપાયું, 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 3ની ધરપકડ
April 21, 2025 08:37 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ, સાત શહેરોમાં 40ને પાર
April 21, 2025 08:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech