લક્ષ્મીનગર શેરી નંબર 4/ 6 ના ખૂણે રહેતા ટ્રાવેલ્સ ધંધાર્થી ધ્રુવેનસિંહ કૃપાલસિંહ જેઠવા(ઉ.વ 22) દ્વારા માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પોતાના મિત્ર ધવલ મુકેશભાઈ સરધારાને છેલ્લા પાંચેક માસથી ઓળખે છે અને તેની કાર કસ્ટમરને ભાડે આપે છે. ગઈ તારીખ 24 ના તેની થાર લઈ તેના નાનાભાઈ મિતરાજસિંહ કે જેણે ઓપરેશન કરાવ્યું હતું તેને હોસ્પિટલ લઈ જવા માટે લઈ આવ્યો હતો. ગઈકાલ બપોરના નાનાભાઈ મિતરાજસિંહ સાથે તે મિત્ર ધવલની થાર લઇ મવડી ચોકડી શિવાલય કોમ્પલેક્ષમાં આવેલી ઓફિસે ગયો હતો જ્યાંથી બપોરે 12:50 વાગ્યાની આસપાસ ઘરે જઈ રહ્યો હતો.
મવડી મેઇન રોડ પર સફેદ કલરની આઇ- 20 કાર ઉદયનગર તરફથી ધસી આવી હતી જેના ચાલકે તેની થાર આડે આ કાર ઊભી રાખી હતી. કારમાં બે શખસો બેઠા હતા જેમાંથી એક પાસે છરી હતી જેણે છરી દેખાડી ઈશારો કરી કારમાંથી ઉતરવાનું કહ્યું હતું પરંતુ તેની તે ઉતર્યો ન હતો. જેથી બંને શખસો તેની કાર પાસે આવ્યા હતા અને ખુલ્લા કાચમાંથી ચાવી કાઢી લીધી હતી. એટલું જ નહીં એક શખસે બેફામ ગાળો આપી કહ્યું હતું કે, આ થાર ધવલની છે તે અમને ખબર છે અમારે લઈ જવાની છે તમે બંને નીચે ઉતરો જેથી યુવાન કારમાંથી નીચે ઉતરી ગયો હતો અને તેનો ભાઈ કારમાં બેઠો રહ્યો હતો. બંને શખસોએ કહ્યું હતું કે તું અમારી સાથે કારમાં બેસી જા અમે ધવલ સાથે વાત કરાવી આપીએ છીએ જેથી તે તેમની કારમાં બેસી જતા તેને અલ્કા સોસાયટી શેરી નંબર પાંચમાં લઈ ગયા હતા જ્યાં છરી બતાવી કહ્યું હતું કે, કારમાંથી ઉતરી જા અને તારા ભાઈને પણ ઉતારી દે નહીંતર છરીના ઘા ઝીંકી તને અને તારા ભાઈને પતાવી દઈશું.ત્યારબાદ કારમાંથી ઉતારી દીધા હતા અને બંને શખસ થાર લઈ ભાગી ગયા હતા. જેથી તેણે ધવલને કોલ કરી પોલીસને જાણ કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી.
દિન દહાડે બનેલી લૂંટની આ ઘટનાના પગલે માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર.દેસાઈની રાહબરી હેઠળ પી.એસ.આઇ ગજેરા તથા ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ અજયભાઈ વીકમાં કોન્સ્ટેબલ ભાવેશભાઈ ગઢવી, મનીષભાઈ સોઢીયા અને જયદીપસિંહ ભટ્ટીને મળેલી બાતમીના આધારે મવડી મેઇન રોડ પર મોમાઈ પાન પાસે મહીન્દ્રા થાર નંબર જીજે 3 એનએફ 6177 હાલ કાંગશીયાળી મેઈન રોડ પર તપન હાઈટસ સામે ખુલ્લા મેદાનમાં હોવાની માહિતી મળતા પોલીસની ટીમે તુરંત અહીં પહોંચી હતી. અહીંથી કાર લુંટી જનાર મિત ઉર્ફે ભાજી રમેશભાઈ ખગ્રામ (ઉ.વ 28 રહે. શ્રીનાથજી સોસાયટી શેરી નંબર 2, વિશ્વેશ્વર મંદિર પાસે મવડી મેઇન રોડ) અને પ્રિતેશ ઉર્ફે દીકુ અલ્પેશભાઈ ગોટેચા (ઉ.વ 23 રહે. મારૂતિનંદનનગર શેરી નંબર 2, બ્લોક નંબર 50 વિશ્વેશ્વર મંદિર પાછળ, રાજકોટ) ને ઝડપી લીધા હતા. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 7 લાખની કિંમતની આ કાર અને છરી કબજે કરી હતી.
પોલીસની તપાસમાં એવી હકિકત સામે આવી હતી કે, આગાઉ આરોપી ભાજીનો મિત્ર ઘવલની કાર સેલ્ફ ડ્રાઇવ પર ભાડે લાવ્યો હતો બાદમાં તેણે આ કાર ગીરવે મૂકી દીધી હતી.જે ધવલે છોડાવી હતી.જે વાત ભાજીને માલુમ હોય અને હાલ તે તથા પ્રતિશે બંને આર્થિક સંકડામણમાં હોય જેથી ધવલની કાર લૂંટી ગીરવે મૂકી રોકડી કરી લેવાનો ઇરાદો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
બંને આરોપીઓનો લાંબો ગુનાહિત ઇતિહાસ
દિન દહાડે થારની લુંટ ચલાવનાર બંને આરોપીઓ લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં આરોપી પ્રિતેશ ઉર્ફે દીકુ સામે રાજકોટના માલવીયાનગર, તાલુકા, પ્ર.નગર એ ડિવિઝન અને કાલાવડ પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ,મારામારી, વાહન ચોરી જાહેરનામા ભંગ સહિતના કુલ 13 ગુના નોંધાય ચૂક્યા છે આરોપી વર્ષ 2023 માં બે વખત પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. જ્યારે અન્ય આરોપી ભાજી સામે માલવીયાનગર અને આજીડેમ પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ, મારામારી, લૂંટ સહિતના સાત ગુના નોંધાઈ ચૂક્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech