શહેરના પોપટપરા વિસ્તારમાં રહેતા નામચીન શખસ અને તેના ભાઈએ મળી આ જ વિસ્તારમાં રહેતા પરિવારના ઘરે છરા સાથે ધસી જઈ આતકં મચાવ્યો હતો. યુવાનની દુકાનમાં કામ કરનાર શખસ સાથે આરોપીને પૈસાની લેતીદેતી હોય જે મામલે અહીં ગાળાગાળી કરી ધમકી આપી હતી. જે મામલે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, પોપટપરા મેઇન રોડ પર કૃષ્ણનગર શેરી નંબર–૧ માં રહેતા મહેબુબભાઇ ઇસ્માઈલભાઈ સોલંકી (ઉ.વ ૪૨) દ્રારા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં પોપટપરામાં જ રહેતા કાસમ ઉર્ફે કડી તથા તેના ભાઈ અહેમદ ઉર્ફે ચોકલેટના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પોપટપરા મેઇન રોડ પર સંતોષીનગરમાં આશિયાના કોટન વર્ક નામની દુકાન ધરાવે છે ગત તા. ૨૦–૮ ના રોજ રાત્રિના ૧૦:૩૦ વાગ્યા આસપાસ તે રામનાથપરા જમવા માટે ગયો હતો. દરમિયાન તેમના માતાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણા વિસ્તારમાં રહેતો કાસમ છરો લઈને ઘરે આવ્યો છે અને જેમ ફાવે તેમ ગાળો બોલે છે જેથી યુસુફે ઘરેથી કાસમને જતા રહેવાનું કહેતા અને ગાળો ન બોલવાનું કહેતા કાસમ તેની પાછળ છરો લઈને દોડો હતો જેથી યુસુફ ઘરની છત પર જતો રહ્યો હતો થોડીવાર બાદ ફરી કાસમ છરો લઈને અહીં ડેલી પાસે આવ્યો હતો અને આ સમયે તેનો ભાઈ અહેમદ પણ સાથે હોય દરવાજો બધં કરી દીધો હતો દરમિયાન તે કહેતો હતો કે તારો દીકરો યાસીન કયાં છે તેને જાનથી મારી નાખવો છે. અહેમદ બહાર સ્કોર્પિયો પાસે ઉભો રહી ગાળો આપતો હતો. દરમિયાન અહીં લતાવાસીઓ એકત્ર થતાં અને તેને સમજાવતા આ બંને અહીંથી ચાલ્યા ગયા હતા.
યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, આજથી ત્રણેક વર્ષ પૂર્વે તેના ભાઈ યાસીન જેને મોરબી રોડ ખાતે કપડાનો શોમ હોય ત્યાં સાગર રમેશભાઈ વલેચા નામનો યુવાન નોકરી કરતો હતો. સાગરે કાસમ પાસેથી પિયા લીધા હોય અને સાગર પાસેથી કાસમ પિયાની માંગણી કરતો હોય જે તે વખતે યાસીને કાસમને ફોન કરી જણાવ્યું હતું કે, સાગર તમને પિયા આપી દેશે. બાદમાં સાગર અહીંથી બીજે નોકરીએ જતો રહ્યો હતો તેણે કાસમને પિયા આપ્યા ન હોય આ બાબતનો ખાસ રાખી યાસીનને મારવા માટે કાસમ છરો લઈ અહીં ઘરે આવ્યો હતો. આ અંગે યુવાને ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે બંને સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌરાષ્ટ્ર્રમાં ઠંડી વધી પણ કાલથી તાપમાન વધશે
December 23, 2024 10:45 AMરણુજા નજીક પગપાળા જઈ રહેલા દસ વર્ષના બાળકને કારચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ
December 23, 2024 10:44 AMગુજરાત સહિત દેશના મોટાભાગના રાજયોમાં માવઠાની આગાહી
December 23, 2024 10:44 AMજૂનાગઢમાં મંદિરોનો વિવાદ અધિકારીઓના કારણે થયો હોવાની ધારાસભ્યની ખુલ્લી ટકોર
December 23, 2024 10:41 AMરાજકોટનાં ખોરાણામાં બોગસ ડોક્ટર હિરેન ને પકડવામાં પોલીસની હેટ્રિક
December 23, 2024 10:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech