રાજકોટ શહેરમાં દારૂ જુગાર સહિતના ધંધાર્થીઓ પર વોચ રાખવા અને દરોડા પાડવા પોલીસ કમિશનરે કરેલા આદેશના પગલે આણંદમાં હત્યા અને દારૂ મળી ૨૧ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા રાજકોટના કુખ્યાત બુટલેગરે દમણથી પાર્સલમાં પૅક કરી ખાનગી ટ્રાવેલ્સમાં મોકલાવેલાં દારૂનો જથ્થા સાથે રિક્ષામાં નિકળેલા આરોપીને પી.સી.બી.એ મોટી ટાંકી ચોકમાંથી ઝડપી લીધો હતો.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ ના પીઆઈ એમ આર ગોંડલીયા ની સૂચનાથી પીઆઇ એમ જે હુંણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પીબી ત્રાજિયા અને ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા, તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે મોટી ટાંકી ચોક માં ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી ઓટો રીક્ષામાં વિદેશી દારૂના જથ્થા સાથે નીકળેલા રીક્ષા ચાલકને વિદેશી દારૂ ના જથ્થા સાથે ઝડપી લીધો હતો.
ઝડપાયેલા નવાઝ દોસ્તમહમદ ભાડુલા ઉ.વ.૨૪ રહે નંદનવન સોસાયટી, ભગવતીપરા વાળા રીક્ષા ચાલકને ખાનગી ટ્રાવેલ્સમાં દમણથી પાર્સલમાં આવેલા દારૂ રીક્ષામાં ભરી નીકળ્યો હતો અને ઝડપી લીધો હતો જેની પૂછપરછમાં મૂળ રાજકોટનો અને હાલ દમણમાં રહેતો કુખ્યાત બુટલેગર યાકુબ મોટાણીએ પાર્સલમાં દારૂ ભરી ખાનગી બસમાં રાજકોટ મોકલ્યો હોય તે નવાઝ પોતાની રિક્ષામાં ભરીને જવા રવાના થયો હતો.
તે દરમિયાન પી.સી.બી.નાં પી.એસ.આઈ. પી.બી.ત્રાજીયા સહિતના સ્ટાફે બાતમીના આધારે તેને મોટી ટાંકી ચોકમાંથી જ ઝડપી લઇ ૨.૫૯ લાખની દારૂની ૯૧૨ બોટલ અને રિક્ષા મળી કુલ ૩.૩૯ લાખનો મુદામાલ કબજે કરી બંને સામે પ્ર.નગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કુખ્યાત બુટલેગર યાકુબ મોટાણી ની શોધખોળ શરૂ કરી છે.
આરોપી યાકુબ અગાઉ રાજકોટનાં અડધો ડઝનથી વધુ પોલીસ મથક ઉપરાંત વાંકાનેર, સુરતના કામરેજ, વલસાડના વાપી જી.આઈ.ડી.સી., ભીલાજ અને આણંદના વાસદ પોલીસ મથક મળી હત્યા, દારૂ સહિત પેલસે યાકુબની શોધખોળ હાથધરી છે. ૨૧ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે
આ અંગેની કામગીરીમાં પીઆઇ એમ આર ગોંડલીયા પીઆઇ એમ.જે હુંણ, પીએસઆઇ પીબી ત્રાજિયા, રાઇટર વિરેન્દ્રસિંહ જાડેજા, સંતોષભાઈ મોરી, દેવરાજભાઈ કલોતરા સહિતની ટીમ જોડાઈ હતી.