યુવાન પર જીવલેણ હુમલો કરનાર કુખ્યાત બુટલેગર પ્રતીક ઝડપાયો

  • April 10, 2024 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દાના એકથી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા કુખ્યાત બુટલેગર પ્રતીક ચંદારાણા અને તેના સાગ્રિતોએ એક માસ પૂર્વે ભાવનગર હાઈવે પર નવા રિંગ રોડ તરફ સ્કોર્પિયોને અટકાવી યુવાન પર ખુની હત્પમલો કર્યેા હતો. સાથોસાથ બે ગાડીમાં ધોકા વડે તોડફોડ પણ કરી હતી.આ ગુનામાં ફરાર આરોપી પ્રતિકને એલસીબી ઝોન–૧ ની ટીમે કાલાવડ રોડ પરથી ઝડપી લઇ જરી કાર્યવાહી કરી હતી.

માંડા ડુંગરથી ભીચરી ગામ તરફ જવાના રસ્તે સદગુ સોસાયટી શેરી નંબર ૨ માં રહેતા અશોક ભગાભાઈ ચૌહાણ (ઉ.વ ૨૯) દ્રારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે સામાકાંઠા વિસ્તારમાં રહેતા પ્રતિક ચંદારાણા અને તેની સાથેના બે અજાણ્યા શખસોના નામ આપ્યા હતાં.યુવાન તેના બનેવી નરેશ, બહેન આશા નાની ભાણેજ સાથે પોતાની કાર લઇ યારે બીજી બોલેરોમાં તેની પત્ની પ્રભાબેન તથા બહેન, બનેવી ચોટીલાના ચિલડા ગામે જવા નીકળ્યા હતા. ભાવનગર હાઇવે પર નવા રીંગ રોડ પાસે પહોંચતા આગળ જતી તેના બનેવીની બોલેરોને કાળા કલરની કારમાં ધસી આવેલા પ્રતીક અને તેના બે સાગરીતોએ અટકાવી હતી. બાદમાં પ્રતીકે બેઝબોલના ધોકા વડે બોલેરોના કાચ ફોડી નાખ્યા હતા. ત્યારબાદ યુવાની બોલેરોના કાચ પણ ફોડી નાખ્યા હતા. ફરિયાદીના બનેવી નરેશને ગાડીમાંથી બહાર ઉતારી બેફામ ગાળો આપી હતી બાદમાં માથામાં ધોકો મારી દીધો હતો ત્યાર આડેધડ ધોકાના ઘા પડકાર્યા હતા યુવાન બનેવીને છોડવા વચ્ચે પડતા તેને ગાળો આપી હતી.આ અંગે આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ આરોપી પ્રતિક નાસતો ફરતો હતો.

દરમિયાન એલસીબી ઝોન–૧ ના પીએસઆઇ બી.વી.બોરીસાગર તથા તેમની ટીમ તપાસમાં હતી ત્યારે કોન્સ. સત્યજીતસિંહ જાડેજા,રવીરાજભાઇ પટગીર અને દિવ્યરાજસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે પ્રતિક દિલિપભાઇ ચંદારાણા(રહે.ભગીરથ સોસાયટી,સતં કબીર રોડ,રાજકોટ) ને કાલવાડ રોડ પાસેથી ઝડપી લીધો હતો.આરોપી આજીડેમ પોલીસ સ્ટેશનના ખૂની હુમલાના ગુના ઉપરાંત બી ડિવિઝન પોલીસ સ્ટેશનના દાના ગુનામાંં ફરાર હતો.આરોપી સામે આગાઉ દા અને ફરજમાં કાવટ સહિતના ૧૦ ગુના નોંધાઇ ચૂકયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application