રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્ર્રભરમાં વિદેશી દારૂના ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત બુટલેગર અલ્તાફ ઉર્ફે આંગળીએ આજીડેેમ ચોકડી નજીક આવેલા અનમોલ પાર્કમાં એક યુવકને હથિયાર તાંકયાની વાતના પગલે આજીડેમ પોલીસમાં દોડધામ મચી જવા પામી છે. પોલીસે અલ્તાફની શોધખોળ હાથ ધરી છે.
બનાવની પ્રા થયેલી વિગતો મુજબ ગતરાત્રીના પોલીસ કંટ્રોલ રૂમમાં સની નામના વ્યકિતએ કોલ કર્યેા હતો કે, પોતાના ઘર પાસે અલ્તાફે હથિયાર બતાવી ધમકી આપી છે જેને પગલે રાત્રીના જ આજીડેમ પોલીસ અનમોલ પાર્કમાં દોડી ગઈ હતી. બનાવ સંદર્ભે પીઆઈ એલ.એલ.ચાવડાનો સંપર્ક સાધતા તેમના જણાવ્યા મુજબ કંટ્રોલ રૂમમાંથી આવેલા કોલ બાબતે તપાસ કરાઈ હતી. જે તે સમયે ત્યાં ફરિયાદ કરનાર સની નામના યુવક કે અલ્તાફ કોઈ મળ્યા ન હતા. એવી વિગત જાણવા મળી હતી કે અલ્તાફ તેની પત્નીને અનમોલ પાર્કમાં મળવા આવ્યો હતો અને ત્યારે આ ઘટના ઘટી હતી. હાલ સનીને લઈ આવી સમગ્ર ઘટનામાં સત્ય શું છે તે પૂછતાછ કરાઈ રહી છે. સની અલ્તાફે હથિયાર બતાવ્યાનું પરંતુ મારે તેની સાથે કોઈ માથાકૂટ નથી તેવુ રટણ કરતો હોવાથી ખરેખર અલ્તાફે હથિયાર બતાવ્યું હતું કે, પોલીસે ધંધે લગાડવા માટે કોલ કરાયો હતો તે બાબતે તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech