નવા ૧૫૦ ફટ રીંગ રોડ પરશુરામ ચોકડી પાસે એડવોકેટના ડ્રાઇવરને આંતરી મારમારી ૨૦,૦૦૦ ની લૂંટ ચલાવી કારમાં આવેલા શખસો નાસી ગયા હતા. જેમાં અગાઉ પોલીસે તબીબી છાત્રો સહિત ચારને ઝડપી લીધા હતા. દરમિયાન આ લૂંટમાં ફરાર પાંચમા આરોપીને યુનિવર્સિટી પોલીસે અવધ રોડ પરથી ઝડપી લીધો છે.
શહેરના કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ રહેતા અને ડ્રાઇવિંગ કામ કરનાર અજયસિંહ સુરેન્દ્રસિંહ ચૌહાણ(ઉ.વ ૪૮) નામના આધેડ કે જેઓ એડવોકેટ કે.એન.કવૈયાના ડ્રાઇવર તરીકે નોકરી કરતા હોય ગત તા ૩૦૫ વહેલી સવારે સવા ચારેક વાગ્યે આસપાસ તેઓ ઘરેથી નીકળ્યા હતા અને નવા ૧૫૦ ફટ રીંગ રોડ પર મુંજકા ચોકડીથી આગળ પરશુરામ ચોકડી વચ્ચે પહોંચતા તેઓને એવું લાગ્યું હતું કે એક ગાડી તેમની પાછળ પાછળ આવી રહી છે.બાદમાં આ કાર ચાલકે તેમને આંતરી મારકૂટ કરી .૨૦ હજારની લૂંટ ચલાવી આ શખસો નાસી ગયા હતાં.
લૂંટના આ બનાવમાં પોલીસે અગાઉ શુભમ ઈશ્વરભાઈ પુરોહિત (ઉ.વ.ર૦, રહે. માધવ વાટીકા એપાર્ટમેન્ટ, બ્લોક ન.ં સી–ર૦ર, ૧પ૦ ફટ રીંગ રોડ નજીક), ભવ્ય નીતીનભાઈ દવે (ઉ.વ.ર૩, રહે. દ્રારકેશ પાર્ક શેરી નં.૩, આલાપ ગ્રીન સિટી પાછળ), યશ અનવરભાઈ લાલાણી (ઉ.વ.ર૧, રહે. સત્યસાંઈ રોડ મારૃતિનગર શેરી નં.ર) અને નૈમિષ મયુરભાઈ શર્મા (ઉ.વ.ર૦, રહે. માંડાડુંગર ગોકુળ પાર્ક) ની ધરપકડ કરી હતી.આરોપી શુભમ અમદાવાદના સોલામાં જયારે ભવ્ય ફિલીપાઈન્સમાં એમબીબીએસનો અભ્યાસ કરે છે. આરોપી યશ ફાર્મસીનો જયારે નૈમિષ નસગનો છાત્ર છે.
દરમિયાન યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એમ.જી. વસાવાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.આર. ભરવાડ અને ટીમ પેટ્રોલિંગમાં હતી.તેવામાં પીઆઇ સી.એચ. જાદવ, હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ વાળા અને કોન્સ્ટેબલ વનરાજભાઈ લાવડીયાને મળેલી બાતમીના આધારે આ લૂંટ પ્રકરણમાં નાસ્તા ફરતા આરોપી ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (રહે. ઘનશ્યામનગર શેરી નંબર–૧, કોઠારીયા રોડ રાજકોટને અવધ રોડ પાસેથી ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડ .૨૦,૦૦૦ કબજે કર્યા હતા.
આરોપી ધ્રુવરાજસિંહ સામે અગાઉ રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન માલવિયાનગર, યુનિવર્સિટી એ.ડિવિઝન અને તાલુકા પોલીસ સ્ટેશનમાં લૂંટ બળજબરીથી પૈસા કઢાવવા, દા,ચોરી સહિતના કુલ આઠ ગુના નોંધાઈ ચૂકયા હોવાનું જાણવા મળ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech