ભગતસિંહ ગાર્ડન પાસે લૂંટ ચલાવનાર નામચીન ઉમગં આણી ટોળકીની શોધ

  • January 31, 2024 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન પાસે નકલકં હોટલ નજીક રાત્રીના કાળા કલરની થારમાં ધસી આવેલા નામચીન ઉમગં પટેલ અને તેના સાથીદારોએ જુની અદાવત સબબ બે યુવાન પર હત્પમલો કરી મારમાર્યેા હતો.આ શખસે યુવાનના ખિસ્સામાંથી રોકડ .૨૨૦૦ લૂંટી લઇ બંને યુવાનના આંખમાં મરચાનો સ્પ્રે છાંટી નાસી ગયા હતાં.આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે નામચીન શખસ અને તેના સાથીદારો સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

શહેરના યુનિ. રોડ પર શિવ શકિત કોલોની વિસ્તારમાં રહેતા પ્રધુમનસિંહ ગુલાબસિંહ જાડેજા ૪૦ નામના યુવાને યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઉમગં પટેલ,અમન નેપાળી અને મિલન ખખ્ખરના નામ આપ્યા છે.યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇકાલે રાત્રીના તે તથા તેનો મિત્ર નરેન્દ્રસિંહ રાણા યુનિવર્સિટી રોડ પર નકલકં હોટલની સામે મિત્ર નરેન્દ્રસિંહની સ્કોર્પીયો ગાડીમાં બેઠા હતા દરમિયાન રાત્રીના એકાદ વાગ્યા આસપાસ યુવાન ગાડીમાં ઉતરી ઘરે જવા માટે નિકળ્યો હતો.દરમિયાન દેકારો થતા તેણે જોતા તેના મિત્રની ગાડી પાસે થાર ગાડી ઉભી હોય અને બોલાચાલી કરતા હોય જેથી યુવાન તુરતં અહીં પહોંચ્યો હતો.
અહીં આવી જોતા તેના મિત્ર નરેન્દ્રસિંહ સાથે પાડોશમાં રહેતો ઉમગં ગોવીંદભાઇ પટેલ અને તેના મિત્ર અમન નેપાળી તથા મિલન ખખ્ખર ઝઘડો કરતા હોય જેથી યુવાને જેથી તેમને ઝઘડો કરવાની ના કહેતા ઉમંગે ઉશ્કેરાઇ યુવાનને કહ્યું હતું કે,તને બહત્પ ચરબી વધી ગઇ છે તેમ કહી આ ત્રણેય શખસો યુવાન અને તેના મિત્ર નરેન્દ્રસિંહને માર મારવા લાગ્યા હતાં.દરમિયાન યુવાનને પાછળથી પકડી રાખી ઉમંગે શર્ટનું ઉપલું ખિસ્સુ ફાડી નાંખી તેમાંથી રોકડ .૨૨૦૦ કાઢી લીધા હતાં.બાદમાં મિલને છરી બતાવી કહ્યું હતું કે હવે અહીં ઉભા રહ્યા તો જાનથી મારી નાખીશું.

દરમિયાન ઉમંગે ખિસ્સામાંથી સ્પ્રે કાઢી યુવાનની આંખમાં નાખી દેતા આ મરચાનો સ્પ્રે હોય જેથી યુવાનને આંખમાં બળતરા થવા લાગી હતી.બાદમાં તેના મિત્ર નરેન્દ્રસિંહના આંખમાં પણ આ સ્પ્રે છાંટી આ શખસો અહીંથી કાળા કલરની થાર ગાડીમાં નાસી ગયા હતાં.બાદમાં યુવાને તેના મિત્રને જાણ કરતા બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે,આરોપી ઉમંગને તેના મિત્ર નરેન્દ્રસિંહ સાથે જુની અદાવત હોય તેનો ખાર રાખી તેને માર મારી યુવાન વચ્ચે પડતા તેને પણ મારમારી ખિસ્સામાંથી .૨૨૦૦ રોકડની લૂંટ ચલાવી આંખમાં મરચાનો સ્પ્રે છાંટી નાસી ગયા હતાં.આ અંગે પોલીસે મારકૂટ,લુંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
આરોપી ઉમગં અને મિલન ખખ્ખર અગાઉ પણ ફાયરીંગ સહિતના એકથી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયા હોવાનું માલુમ પડયું છે.પોલીસે આ ટોળકીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application