જામનગર તા.૨૯ માર્ચ, ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ગાંધીનગર અને એલ.એન્ડ ટી. રાજકોટ-વાડીનાર ટોલ–વે લિમિટેડ વચ્ચે રાજકોટ-જામનગર- વાડીનાર રોડ ચારમાર્ગી બનાવવા અંગે કેન્દ્ર સરકારની વાયેબીલીટી ગેપ ફંડિગ યોજના હેઠળ એગ્રીમેન્ટ કરવામાં આવેલ છે. જે મુજબ નિયત કરેલા વાહનો પાસેથી નિયત કરેલ ચાર્જ વસુલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
જે પૈકી, જામનગર જિલ્લામાં જામનગર તાલુકાના બેડ ગામ તથા ધ્રોલ તાલુકાના સોયલ ગામ પાસે ટોલ પ્લાઝા આવેલા છે. ઉપરોક્ત ટોલ પ્લાઝાની આજુબાજુના ગામોના લોકો કોમર્શીયલ વાહનો પણ ધરાવે છે. આવા વાહન ધારકો સરકારશ્રીના જાહેરનામાંનો અમલ ના કરીને નિયત ટોલ ચાર્જની ચુકવણી કરતા નહી હોવાના બનાવો બનેલા છે.
તેમજ, ગુનેગારો ગુનાના સ્થળેથી અન્ય જિલ્લા તેમજ રાજય બહાર પણ નાસી જતા હોય છે. જિલ્લાના ટોલનાકાઓ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. પરંતુ, કેટલાક લોકો ટોલ પ્લાઝાના નજીકમાં આવેલી તેમની જમીનમાં થઈને વાહનોને ટોલગેઈટમાંથી પસાર થવું ન પડે તે રીતે બાયપાસ થવાની સવલત પુરી પાડે છે.
તેથી આવા બનાવો નિવારી શકાય તે હેતુથી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, જામનગર જિલ્લાના બેડ તથા સોયલ ગામ પાસે આવેલા ટોલનાકાઓ પરથી પસાર થતા ટોલટેક્સ ચુકવવાપાત્ર તમામ વાહનોના ચાલકોએ તેમનું વાહન ટોલપ્લાઝાની નિશ્ચિત જગ્યાએ થોભાવવું તથા રાજ્ય સરકારે નક્કી કરેલો ટોલ ટેક્ષની ચુકવણી બાદ તેની પહોંચ મેળવી લેવી. જો નિયમાનુસાર મુક્તિ મળવા પાત્ર હોય, તો તે અંગેનું કાર્ડ કે પાસ ટોલ પ્લાઝાના કર્મચારી, એજન્ટ કે નોકરને બતાવીને તે બાદ જ ટોલનાકુ પસાર કરવું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech