હોડિગ્સ મામલે કાલથી એડ એજન્સીઓને નોટિસ

  • May 14, 2024 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુંબઇના ઘાટકોપર વિસ્તારમાં ગઇકાલે તોફાની પવન સાથે માવઠું વરસ્યું ત્યારે એક તોતિંગ હોડિગ બોર્ડ પેટ્રોલ પમ્પ ઉપર ધરાશાયી થતા ૧૪ નાગરિકોના મૃત્યુ નિપયા હતા અને ૭૪ ઇજાગ્રસ્ત થયા હતા. ફાયર બ્રિગેડ દ્રારા રાતભર રેસ્કયુ ઓપરેશન ચાલુ રાખી ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. હોડિગ ધરાશાયી થવાની આ દુર્ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં પણ ખુબ વાયરલ થયો હતો. દરમિયાન આ દુર્ઘટનામાંથી બોધપાઠ લઇને રાજકોટ મહાનગરપાલિકા તત્રં પણ હરકતમાં આવ્યુ છે અને શહેરની તમામ એડ એજન્સીઓને તેમના તમામ હોડિગ બોર્ડની સલામતીની પુન: ચકાસણી કરવા માટે પ્રિ–મોન્સૂન નોટિસ આપવાની કામગીરી હાથ ધરી છે જેની બજવણી આવતીકાલથી શ થનાર છે.

વિશેષમાં રાજકોટ મહાપાલિકાના એસ્ટેટ ઓફિસરએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં હોડિગ બોર્ડની ગેન્ટ્રી સહિતની કુલ ૫૫૨ સાઇટસ છે જેમાં ૩૩૪ ખાનગી માલિકીની છે અને ૨૧૮ રાજકોટ મહાનગરપાલિકાની ટેન્ડર સાઇટસ છે. શહેરમાં હોડિગ બોર્ડના વ્યવસાયમાં અંદાજે ૭૦ જેટલી એડ એજન્સીઓ કાર્યરત છે. દરમિયાન ચોમાસામાં તેજ પવન ફંકાય કે ભારે વરસાદ વરસે તેવા સંજોગોમાં કોઇ સમસ્યા ન સર્જાય તે માટે તમામ એડ એજન્સીઓને તેમના હોડિગ બોર્ડની પુન: ચકાસણી કરી લેવાની લેખિત જાણ કરતી નોટિસ પ્રિમોન્સૂન પ્લાન હેઠળની કામગીરી અંતર્ગત અપાશે.

તેમણે ભારપૂર્વક ઉમેયુ હતું કે લગભગ તમામ હોડિગ બોર્ડ મામલે તમામ એડ એજન્સીઓ પાસેથી અગાઉ સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ લેવામાં આવ્યા છે અને તે સર્ટિફિકેટની મુદ્દત સામાન્ય રીતે પાંચ વર્ષની હોય છે આથી નવેસરથી આ સર્ટિફિકેટ મેળવવાની જરિયાત રહેતી નથી પરંતુ જો કોઇ એજન્સીએ રજૂ કરેલા સર્ટિફિકેટની પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ થતી હશે તો તેમને નવેસરથી સર્ટિફિકેટ રજૂ કરવા તાકિદ કરાશે, હાલ કોના સર્ટિફિકેટની મુદ્દત કયારે પૂર્ણ થઇ રહી છે તેની ચકાસણી પણ કરવામાં આવી રહી છે

.
બીજીબાજુ ડા વિસ્તારમાં પણ અનેક હોડિગ બોર્ડ આવેલા છે પરંતુ ત્યાં આગળ આજ દિવસ સુધી પ્રિમોન્સૂન પ્લાન હેઠળની કોઇ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નહીં હોવાનું ડાના સુત્રોમાંથી જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application