સોરઠમાં જીએસટી રિટર્ન ભરવામાં બેદરકાર પેઢીઓને નોટિસની તજવીજ

  • September 10, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વન નેશન વન ટેકસ અંતર્ગત જીએસટીનુ અમલીકરણ કરવામાં આવ્યું છે.જીએસટી નંબર મેળવવા પેઢીઓમાં ઉત્સાહ જોવા મળે છે.પરંતુ સમય મર્યાદામાં ટેકસ ભરવામાં આવતો નથી.પાંચ મહિના દરમિયાન નિયમિત ટેકસ ભરતી પેઢીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.જેથી સોરઠમાં કર ચોરીને ડામવા જીએસટી ડિવિઝન દ્રારા ગુરાહે કામગીરી શ કરવામાં આવી છે.આગામી દિવસોમાં રિટર્ન ભરવામાં બેદરકાર પેઢીઓને નોટિસ પાઠવવાની તજવીજ હાથ ધરી છે.
જૂનાગઢ જીએસટી ડિવિઝન હેઠળના જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર ત્રણ જિલ્લ ાઓમા બિઝનેસ ટુ કસ્ટમર શ્રેણી અંતર્ગત સમાવેશ થતી અમુક પેઢીઓ દ્રારા નાણાકીય વર્ષના પ્રારંભના પાંચ મહિના બાદ પણ નિયમિત વેરો ભરવામાં બેદરકારી દાખવી રહ્યા છે.તેવી તમામ પેઢીઓનું  કોમ્પ્યુટર ડેટાના આધારે પૃથકરણ કરવામાં આવી રહ્યું છે.સૂત્રોમાંથી પ્રા વિગત મુજબ આવી પેઢીઓની ખરીદી, વેચાણ, સ્ટોક, અને અગાઉના રિટર્ન સહિતની બાબતોના આધારે ચકાસણી શ કરવામાં આવી છે.એપ્રિલ થી ઓગસ્ટ સુધીમાં સોરઠમાં જીએસટી નંબર મેળવેલ પેઢીઓમાંથી ૩૦ ટકા પેઢીઓ દ્રારા નિયમિત રિટર્ન ફાઇલ થતા નથી.જેથી જીએસટી વિભાગ દ્રારા વેપારીઓની ખરીદી, ગોડાઉનના સ્ટોક, સહિતની માહિતીઓ એકત્ર કરવા કાર્યવાહી હાથ ધરી છે.અને નિયત સમય મર્યાદામાં રિટર્ન ફાઈલ ન કરતી પેઢીઓને નોટિસ પાઠવવાની તજવીજ હાથ ધરી છે.નોટિસ પાઠવ્યા બાદ પણ સમયસર વેરો નહીં ભરવામાં આવે તો જીએસટી નંબર રદ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર ત્રણ જિલ્લ ાઓમાં નિયમિત રિટર્ન ફાઇલ કરવામાં પેઢીઓનો ઉતરોતર ઘટાડો થઈ રહ્યો છે. જેથી ટેકસ ભરવામાં વિલબં કરતી પેઢીઓ સામે દંડો પછાડવાની તૈયારીઓ શ કરવામાં આવી છે. સ્ટેટ જીએસટી જોઈન્ટ કમિશનર ધર્મજિત યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટેકસના જીકે ચાવડાના નિદર્શન હેઠળ બેદરકારી દાખવનારી પેઢીઓને નોટિસ આપવાની તજવીજ હાથ ધરી છે.જે પેઢીઓ જીએસટીના રિટર્ન મોડા ફાઈલ કરે છે. તેને નિયમિત રિટર્ન ફાઇલ કરવા તાકીદ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લ ેખનીય છે કે ત્રણ જિલ્લાઓમાં એપ્રિલમાં ૧૪,૨૦૮, મે ૯૯૮૭, જૂન ૯૮૨૨, જુલાઈ ૧૬૦૯૫, ઓગસ્ટમા ૯૬૫૫ પેઢીઓએ સમય મર્યાદામાં રિટર્ન ફાઇલ કર્યા હતા.પાંચ મહિનામાં સૌથી વધુ જુલાઈ અને સૌથી ઓછા ઓગસ્ટ મહિનામાં સમય મર્યાદામાં રિટર્ન ફાઈલ થયા હતા.તેથી વિભાગ દ્રારા નિયત સમય મર્યાદામાં રિટર્ન ફાઇલ કરવા હીતાવહ હોવાનું જણાવી રિટર્ન ફાઇલ કરવામાં આળસ કે બેદરકાર રહેતી પેઢીઓ ની ગુરાહે માહિતી પણ એકત્ર કરવામાં આવી રહી છે. નાણાકીય વર્ષ મુજબ અડધું વર્ષ પૂર્ણ થવામાં છે જેથી આગામી દિશામાં નિયમિત વેરો ન ભરતી પેઢીઓ સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરી છ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News