જૂનાગઢના પ્રદીપ ખાડિયા વિસ્તારમાં રહેતા પરિવાર પર ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.હાલ પરિવાર જેલમાં છે.આ જમીન મનપાની માલિકીની છે .જેથી અનઅધિકૃત બાંધકામ બાબતે મહાનગરપાલિકાએ નોટિસ આપી છે.તેના જવાબમાં પરિવારના સભ્યોએ ગુનો દાખલ થયા બાદ પોલીસે તમામ સાહિત્ય અને ડોકયુમેન્ટરી લઈ ગયા હોવાથી કાગળ રજૂ કરવા બેથી ચાર માસની મુદત આપવા રજૂઆત કરવામાં આવી છે.
ગોંડલના ધારાસભ્યના પુત્ર સામે અપહરણ કરી હત્પમલો તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા ની ફરિયાદ કરનાર યુવાન સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકી, તેનો ભાઈ દેવ રાજુ સોલંકી, પિતા રાજુ બાવજી સોલંકી, કાકા જયેશ ઉર્ફે જવો સોલંકી, અને યોગેશ કારા બગડા સામે ગુજસીટોકનો ગુનો દાખલ થયો હતો ત્યારબાદ રાજુભાઈ સોલંકીના પત્ની હંસાબેન સામે પણ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તેના ઘરેથી દસ્તાવેજ કબજે કરી તપાસ હાથ ધરી હતી.
મહાનગરપાલિકા દ્રારા પણ તપાસ કરવામાં આવી હતી જેમાં ખાડિયા વિસ્તારમાં હંસાબેન રાજેશભાઈ સોલંકી નામના સર્વે નંબર ૩૫૦ રેવન્યુ રેકોર્ડ પરની નોંધ મુજબ જમીન મહાનગરપાલિકાની માલિકીની હોવાનું જણાવી તા.૨૦ નવેમ્બરના રોજ મહાનગરપાલિકાના સિનિયર ટાઉન પ્લાનિંગ ઓફિસરે હંસાબેન સોલંકીના સર્વે નંબર ૩૫૦ ની જમીન પર થયેલ બાંધકામ અનઅધિકૃત છે. તેમ જણાવી જમીનના બાંધકામ તથા માલિકી અંગે પુરાવા ઉપલબ્ધ હોય તો એક સાહમાં રજૂ કરવા નોટિસ આપવામાં આવી હતી.જો રજૂ નહીં થાય તો બાંધકામ દૂર કરવામાં આવશે અને તેમાં થનાર ખર્ચ જીપીએમસી એકટ મુજબ વસૂલ કરવામાં આવશે.આ નોટિસના જવાબમાં રાજુભાઈ સોલંકીના પુત્રી નીતાબેન સોલંકી તા.૨૭ નવેમ્બરના એસટીપીઓને પત્ર લખી જણાવ્યું હતું કે તા.૩ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ તેના પિતા રાજુભાઈ સોલંકી તથા પરિવાર પર એ ડિવિઝનમાં ગુનો દાખલ થયો હતો. જેથી પોલીસ ઘરના તમામ ડોકયુમેન્ટ સાથે લઈ ગઈ છે આથી કાગળ રજૂ કરવા માટે બે ચાર માસનો સમય આપવા માંગ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech