રાજકોટ જિલ્લા ચૂંટણી તત્રં દ્રારા લોકસભાની આગામી ચૂંટણીના અનુસંધાને ૧૧૦૦૦ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓને પ્રથમ તબક્કાની તાલીમ ગયા સાહે આપવામાં આવી હતી. આ તાલીમમાં કેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ગેરહાજર રહ્યા હતા તેનો રિપોર્ટ જે તે વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી પાસેથી મેળવ્યા પછી ગેરહાજર રહેનાર ૮૦ અધિકારીઓ અને કર્મચારીઓને રાજકોટ જિલ્લા ચૂંટણી તત્રં તરફથી નોટિસ ફટકારવામાં આવી છે.
તાલીમમાં શા માટે ગેરહાજર હતા? તેનો ખુલાસો કરવા માટે અપાયેલી આ નોટિસમાં બેંક કર્મચારીઓએ પોતે ફાઇનાન્સિયલ યર કલોઝિંગ નિમિત્તે કામગીરીમાં રોકાયેલા હોવાથી તાલીમમાં આવી ન શકયા હોવાનું જણાવ્યું હતું. અન્ય કર્મચારીઓએ પણ જે કારણો દર્શાવ્યા છે તે પ્રથમ ધ્ષ્ટ્રિએ મહત્વના લાગી રહ્યા હોવાથી નોટિસ આપ્યા પછી આગળની કાર્યવાહી ઉપર અત્યારે બ્રેક મારી દેવામાં આવી છે.
પ્રથમ તબક્કાની તાલીમમાં ગેરહાજર રહેનાર ૮૦ કર્મચારીઓએ પોતે આગામી દિવસોમાં યોજાનારી બીજા તબક્કાની તાલીમમાં અચૂક હાજર રહેશે તેવી પણ ખાતરી આપી છે.
બીજી બાજુ આજે ચૂંટણી માટે નિમાયેલા ૩૦૦ માઈક્રો ઓબ્ઝર્વરને ધોળકિયા સ્કૂલમાં તાલીમ આપવામાં આવી હતી. ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ ઉમેદવારોની અંતિમયાદી પ્રસિદ્ધ થયા પછી તુરત જ બીએલઓ મારફત હાઉટ ટુ હાઉસ સ્લીપ નું વિતરણ કરવામાં આવશે. આ સ્લીપમાં પ્રથમ વખત કયુઆર કોડ આપવામાં આવશે અને તેના આધારે મતદાર પોતાના મતદાન મથક સુધી પહોંચી શકશે. આ અગાઉ મતદાર યાદીમાં ગૂગલ મેપ આપવામાં આવ્યો હતો અને હવે તેમાં કયુઆર કોડનો ઉમેરો કરાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech