ઢેબર રોડ વન-વેના રાજુ ઇડલી-ઢોસામાં તાજું કંઇ નહીં, બધું વાસી મળ્યું

  • July 12, 2024 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાની ફૂટ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં ઢેબર રોડ બોમ્બે ઉપર મહાત્મા ગાંધી મ્યુઝિયમ ની પાછળ આવેલા રાજુ ઇડલી ઢોસામાં ચેકિંગ કરતા ત્યાંથી 28 કિલો વાસી જથ્થો ઝડપાયો હતો જેનો સ્થળ ઉપર જ નાશ કરીને નોટિસ ફટકારવામાં આવી હતી.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસરએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જ્યુબેલી ચેમ્બર્સ ગ્રાઉન્ડ ફલોર, શોપ ન.એલ-2, ઢેબર રોડ વન-વે, મહાત્મા ગાંધી મ્યુઝીયમ પાછળ આવેલ રાજુભાઇ ઢોસાવાળાને ત્યાં તપાસ કરતા પેઢીના સ્થળ ઉપર સંગ્રહ કરેલ મેંદૂવડા, દાળવડાનો લોટ 15 કિલો લોટ તથા ચટણી ચાર કિલો કુલ મળીને 19 કિલો જથ્થો વાસી અખાદ્ય મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી, જ્યારે રાજુભાઇ ઇડલીવાળાને ત્યાં તપાસ કરતા પેઢીના સ્થળ ઉપર સંગ્રહ કરેલ મેંદૂવડા, દાળવડા તથા બાંધેલો લોટનો સાત કિલો જથ્થો વાસી અખાદ્ય મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
ઉપરોક્ત ઉપરાંત ફૂડ વિભાગની ટીમ તથા વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના સંત કબીર રોડ તથા કોઠારીયા ગામ- રોલેક્ષ રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 39 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં 28 ધંધાર્થિને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાધ્યચીજોના કુલ 39 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.


ફૂડ લાયસન્સ વિના ધંધો કરતા ૨૮ ઝડપાયા, નોટિસ
(1) જય માતાજી છોલે ભટુરે
(2) ગજાનંદ સ્વીટ્સ
(3) ગોકુલ ગાંઠીયા
(4) રવેચી હોટલ
(5) ફેમસ વડાપાઉં
(6) દેવાંગી ડેરી ફાર્મ
(7) જગદીશ ગાંઠીયા
(8) ક્રિષ્ના દાળપકવાન
(9) મયુર દાળપકવાન
(10) ચામુંડા ડેરી એન્ડ ફરસાણ
(11) બાપાસીતારામ દાળપકવાન
(12) શિવશંકર દાળપકવાન
(13) આકાશ દાળપકવાન
(14) શિવમ દાળપકવાન
(15) ઠાકરધણી વડાપાઉં
(16) દર્શન દાબેલી
(17) દિલખુશ દાબેલી
(18) બાલાજી ઘૂઘરા
(19) બિગ બોસ ચાઇનીઝ પંજાબી
(20) રામ વડાપાઉં
(21) ફૂડ બોક્સ
(22) શિવ દાબેલી
(23) મહાકાળી પાણીપુરી
(24) બોમ્બે સ્ટાઈલ ભેળ
(25) શ્યામ ગાંઠિયા
(26) રજવાડી પાઉંભાજી
(27) મુરલીધર સમોસા
(28) સુરતી ખાવસા


સંભાર અને સબ્જીના સેમ્પલ લેવાયા
સંભાર (પ્રિપેર્ડ-લુઝ): સ્થળ- રાજુભાઇ ઇડલીવાળા, જ્યુબેલી ચેમ્બર શોપ ન.1 થી 4, મહાત્મા ગાંધી મ્યુઝીયમ પાછળ, ઢેબર રોડ વન-વે, રાજકોટ
સંભાર (લુઝ): સ્થળ- રાજુભાઇ ઢોસાવાળા, જ્યુબેલી ચેમ્બર ગ્રા. ફલોર, શોપ ન.-2, જ્યુબેલી પાસે, ઢેબર રોડ વન-વે, મહાત્મા ગાંધી મ્યુઝીયમ પાછળ, રાજકોટ
ડુંગળી-ગાંઠિયા સબ્જી (પ્રિપેર્ડ -લુઝ): સ્થળ- બિનાકા ડાઈનિંગ હોલ, નાના મવા મેઇન રોડ, રાજનગર ચોક પાસે, સૂર્યમૂખી મંદિર સામે, રાજકોટ.
ચોળીની સબ્જી (પ્રિપેર્ડ -લુઝ) : સ્થળ- બિનાકા ડાઈનિંગ હોલ, નાના મવા મેઇન રોડ, રાજનગર ચોક પાસે, સૂર્યમૂખી મંદિર સામે, રાજકોટ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application