ગર્ભનિરોધક : મહિલાઓ જ નહી હવે પુરુષો પણ લઇ શકશે ગર્ભનિરોધક ગોળીઓ, જાણો કઈ રીતે અસર કરશે આ ગોળીઓ

  • January 12, 2021 04:30 PM 1156 views

ગર્ભનિરોધકના ક્ષેત્રમાં એક મોટું પગલું ભરીને, વૈજ્ઞાનિકોઈ પુરુષો માટે નવી ગર્ભ નિરોધક ગોળી વિકસાવી છે જે સંપૂર્ણપણે સલામત તેમજ ખૂબ અસરકારક છે. હવે પુરુષો પણ દરરોજ એક ગોળી ખાવાથી ગર્ભનિરોધકમાં સફળ થઈ શકે છે. આ ગોળી મહિલાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ગર્ભનિરોધક ગોળી જેવી જ છે. તમે બર્થ કન્ટ્રોલ માટે મહિલાઓને જ આ ગોળીઓ ખાતી જોઈ હશે. પરંતુ હવે મહિલાઓ સાથે પુરુષો પણ આ ગોળીઓ લઈને બર્થ કન્ટ્રોલ કરી શકાય છે. મળતી માહિતી અનુસાર વૈજ્ઞાનિકોઈ પુરુષો માટે બર્થ કન્ટ્રોલ  ગોળીઓ વિકસાવી છે, જે સંપૂર્ણ સલામત છે.

આ ગોળીના સંશોધકોએ દાવો કર્યો છે કે આ બર્થ કન્ટ્રોલ ગોળીઓ પુરુષોમાં સ્પર્મ બનતું અટકાવશે. અને તે સંપૂર્ણપણે સલામત છે. આ બર્થ કંટ્રોલ ગોળીઓ લેવાથી પુરુષોને કોઈ પણ પ્રકારની તકલીફ થશે નહીં. તઅત્યાર સુધી પુરુષો બર્થ કન્ટ્રોલ માટે નિયંત્રણ માટે કોન્ડોમની મદદ લેતા હતા. જ્યારે મહિલાઓ માટે ઘણાં ગર્ભનિરોધક વિકલ્પો છે. મહિલાઓ દ્વારા લેવાયેલા ગર્ભનિરોધક ગોળીઓ મહિલાઓના સ્વાસ્થ્યને અસર કરે છે. તે સ્ત્રીઓનાં હોર્મોન્સનાં સંતુલનને ખલેલ પહોંચાડે છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે મેલ બર્થ કન્ટ્રોલ દવાઓના આગમનથી સ્ત્રીઓ અને પુરુષોમાં નવી આશા ઉભી થઈ છે, કારણ કે હવે મહિલાઓએ એકલા સહન કરવાની જરૂર રહેશે નહીં, પરંતુ હવે પુરુષો પણ દવાઓ લઈને બર્થ કન્ટ્રોલ રાખી શકશે. 

આ ગોળીનું ટ્રાયલ 18 થી 50 વર્ષની વચ્ચેના તંદુરસ્ત પુરુષો પર કરવામાં આવી છે. આ બધા લોકોને દરરોજ 28 દિવસ સુધી બર્થ કંટ્રોલ ગોળીઓ આપવામાં આવી હતી. તેમની સાથે 10 માણસોને પ્લેસીબો અપાયો હતો. તપાસ દરમિયાન સંશોધનકારોએ એ જાણવાનો પ્રયત્ન કર્યો કે દરરોજ ગોળી લેવાથી કોઈ આડઅસર થાય છે કે કેમ. પરંતુ પરિણામોમાં બહાર આવ્યું છે કે દરરોજ ગોળીઓ લેવાને કારણે પુરુષોને માત્ર ચક્કર, ફોલ્લીઓ અને માથાનો દુખાવો થવાની ફરિયાદ જ જોવા મળી હતી. જોકે, સંશોધનકારો કહે છે કે આ મેલ બર્થ કન્ટ્રોલ ગોળીઓ કેટલી અસરકારક છે તે કહી શકાય નહીં. પરંતુ તે સંપૂર્ણપણે સલામત છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application