ઉત્તર કોરિયાએ શુક્રવારે કહ્યું કે તેણે ગુરુવારે કવાયત દરમિયાન 18 શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી. આ કવાયત પ્રતિસ્પર્ધી દક્ષિણ કોરિયાના આક્રમણનો જવાબ આપવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને ગુરુવારે યુદ્ધાભ્યાસનું માર્ગદર્શન આપ્યું હતું. આ દરમિયાન મિસાઈલોએ લગભગ 365 કિમી દૂર સ્થિત ટાપુ પર સફળતાપૂર્વક નિશાન સાધ્યું.
કિમ જોંગ ઉને યુદ્ધાભ્યાસને આપ્યું માર્ગદર્શન
ઉત્તર કોરિયાની સરકારી સમાચાર એજન્સી KCNAએ અહેવાલ આપ્યો હતો કે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને ગુરુવારે યુદ્ધાભ્યાસનું માર્ગદર્શન આપ્યું હતું. આ દરમિયાન મિસાઈલોએ લગભગ 365 કિમી દૂર સ્થિત ટાપુ પર સફળતાપૂર્વક નિશાન સાધ્યું. જોકે, એજન્સીએ ટાપુના નામની સ્પષ્ટતા કરી ન હતી.
સરકારી મીડિયા દ્વારા જાહેર કરાયેલા ફોટોગ્રાફ્સમાં જોવા મળેલી 18 મિસાઈલોને નિષ્ણાતોએ KN-25 તરીકે ઓળખાવી હતી. સિઓલના એકીકરણ મંત્રાલયના પ્રવક્તા કિમ ઇન-એએ જણાવ્યું હતું કે, આ મહિને વ્યૂહાત્મક બેલિસ્ટિક મિસાઇલ ફાયરિંગ અને નિષ્ફળ સેટેલાઇટ પ્રક્ષેપણ પછી ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલો છોડવી એ ઉશ્કેરણીનું કૃત્ય છે અને આ કોરિયન દ્વીપકલ્પની શાંતિ માટે ખતરો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech