BREAKING NEWS

કાતિલ ઠંડીનો રાઉન્ડ પૂરો: લઘુતમ તાપમાનમાં સામાન્ય વધઘટ

  • January 10, 2026 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



બરફીલા પવન અને લઘુતમ તાપમાનમાં થતા ઘટાડાના કારણે છેલ્લા થોડા દિવસો ગુજરાતમાં ઠંડીએ લોકોને ધ્રુજાવ્યા બાદ કાતિલ ઠંડી નો રાઉન્ડ આજથી પૂરો થયો છે અને હવે આગામી ત્રણ દિવસ સુધી ઠંડીના પ્રમાણમાં સામાન્ય વધઘટ ચાલુ રહેશે અને ત્યાર પછી ચાર દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો થશે.

આજે ડીસા કંડલા નલીયા રાજકોટ અમદાવાદ સહિતના શહેરોમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. જ્યારે પોરબંદર ઓખા દ્વારકા ગાંધીનગર વડોદરા સુરત અને વેરાવળમાં સામાન્યથી બે ડિગ્રી જેટલો ઠંડીમાં વધારો થયો છે.

ગિરનાર પર્વત ઉપર ગઈકાલે લઘુતમ તાપમાન 5.9 ડિગ્રી હતું તે આજે વધીને 6.2 ડિગ્રી થઈ ગયું છે. નલિયામાં ગઈકાલે 4.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન હતું તેમાં બે ડિગ્રીના વધારા સાથે આજે 6.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે. રાજકોટમાં ગઈકાલે લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડીઝીટમાં 9.4 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. આજે તેમાં સામાન્ય વધારો થયો છે અને આજનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેવા પામ્યું છે.

ભાવનગરમાં ગઈકાલે 13.8 અને આજે 13.4 ભુજમાં ગઈકાલે 11.2 અને આજે 10.2 દ્વારકામાં ગઈકાલે 14.2 અને આજે 13.8 ઓખામાં ગઈકાલે 17.5 અને આજે 17.3 પોરબંદરમાં ગઈકાલે 12.8 અને આજે 11.1 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.

અમદાવાદમાં આજે 12.1 વડોદરામાં 13.6 સુરતમાં 14.6 ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે જે ગઈકાલ કરતા એકાદ ડિગ્રીની વધઘટ દર્શાવે છે. ડીસામાં ગઈકાલે 10.1 અને આજે 10.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.

હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ હવે આજથી ઠંડીના પ્રમાણમાં સામાન્ય વધઘટ આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે અને ત્યાર પછીના ચાર દિવસ તાપમાનમાં વધારો થશે. બરફીલા પવનોના કારણે ઠંડીનો અને શિયાળાની સિઝનનો થોડો ઘણો અહેસાસ થશે પરંતુ કાતિલ ઠંડીનો રાઉન્ડ આજે પૂરો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application