ગઈકાલે રાજકોટ નલિયા સહિત રાજ્યના અનેક સેન્ટરોમાં લઘુતમ તાપમાનનો પારો સાતથી નવ ડિગ્રી જેટલો નીચે ઉતરી ગયા બાદ આજથી ફરી વાતાવરણ ધીમે ધીમે નોર્મલ થઈ રહ્યું છે. આજે લઘુતમ તાપમાનમાં અમુક જગ્યાએ વધારો થયો છે તો અમુક જગ્યાએ ઘટાડો થયો છે. ભુજ જેવા સેન્ટરમાં આજે ગઈકાલ જેટલું જ લઘુતમ તાપમાન રહ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલથી તાપમાનનો પારો ઉચે ચડતો જશે અને ફરી ઉનાળા જેવી ગરમીનો અહેસાસ લોકોને થશે.
રાજકોટમાં ગઈકાલે ૧૨.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું તેમાં આજે ઘટાડો નોંધાયો છે અને આજનું લઘુત્તમ તાપમાન આજે ૧૧.૯ ડિગ્રી નોંધાયું છે. નલિયામાં ગઈકાલે એક સાથે ૯ ડિગ્રી તાપમાન ઘટી ગયા બાદ આજે તાપમાન ઊંચકાયું છે નલિયામાં ગઈકાલે ૮.૮ અને આજે ૧૦ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ભુજમાં ગઈકાલે અને આજે એમ બંને દિવસ એક સરખુ ૧૫.૧ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
ભાવનગરમાં આજે લઘુતમ તાપમાન ૧૬.૨ ડિગ્રી નોંધાયું છે જે ગઈકાલના ૧૭ ડિગ્રીની સરખામણીએ એકાદ ડિગ્રી જેટલું ઓછું છે. દ્વારકામાં સામાન્ય ફેરફાર સાથે આજે ૧૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ઓખામાં એકાદ ડિગ્રીના ઘટાડા સાથે આજે ૨૦.૬ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે. પોરબંદરમાં ગઈકાલે ૧૫.૬ અને આજે ૧૫ ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વેરાવળમાં આજનું લઘુતમ તાપમાન ૧૭.૯ ડિગ્રી છે જે ગઈકાલના ૧૮.૫ ડિગ્રી ની સરખામણીએ એકાદ ડિગ્રી જેટલું ઓછું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech