નોન–બેંકિંગ કંપનીઓ ૨૦,૦૦૦ રૂપિયાથી વધુની રોકડ લોન ન આપે: આરબીઆ

  • May 09, 2024 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ નોન–બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી) ને ગોલ્ડ લોન પર રોકડ . ૨૦,૦૦૦ની લોન આપવાની મર્યાદાનો ભગં કરવા સામે ચેતવણી આપી છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ નોન–બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) માટે કડક સૂચનાઓ જારી કરી છે, જે મુજબ કોઈપણ એનબીએફસી ગ્રાહકોને ૨૦,૦૦૦ પિયાથી વધુની રોકડ લોન આપી શકશે નહીં. આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૨૬૯ હેઠળ, કોઈપણ વ્યકિતને ૨૦ હજાર પિયાથી વધુની રોકડ રકમ લોન તરીકે મેળવવાની મંજૂરી નથી.

માર્ચમાં આરબીઆઈએ નોન–બેંકિંગ નાણાકીય કંપની આઇઆઇએફએલ ફાયનાન્સને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે નવી ગોલ્ડ લોન મંજૂર કરવા અને વિતરિત કરવા પર પ્રતિબધં મૂકયો હતો.એનબીએફસી ની ગોલ્ડ લોન એસેટ અંડર મેનેજમેન્ટ આશરે . ૨૪,૭૦૦ કરોડ હતી જે તેની કુલ એસેટ અંડર મેનેજમેન્ટના લગભગ ૩૧ ટકા હતી. આઈઆઈએલએફ ફાઇનાન્સ ૨૫ રાયો કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૨,૭૨૧ સમર્પિત ગોલ્ડ લોન શાખાઓનું સંચાલન કરે છે, જેમાં આશરે ૧૫,૦૦૦ કર્મચારીઓનો સ્ટાફ છે.
એનબીએફસી ગોલ્ડ લોનના મુખ્ય પ્રોવાઈડર્સ છે, તેમ છતાં તેમની વૃદ્ધિ બેન્કો કરતાં પાછળ છે. આરબીઆઈના ડેટા અનુસાર, એનબીએફસીની કુલ લોનમાં ગોલ્ડ લોનનો હિસ્સો ૨૦૨૨–૨૩માં ૫૯.૭ ટકા હતો, જે અગાઉના નાણાકીય વર્ષમાં ૬૧.૭ ટકાથી નજીવો ઓછો હતો. એનબીએફસીએ સોનાના દાગીનાના કોલેટરલ સામે અપાતી લોન માટે લોન–ટુ–વેલ્યુ રેશિયો ૭૫ ટકાથી ઓછો રાખવો જરી છે.
રોઇટર્સનો રિપોર્ટ કહે છે કે આરબીઆઈ હવે આ નિયમને વધુ કડક બનાવવા માંગે છે, જેથી એનબીએફસી કંપનીઓને જોખમનો સામનો ન કરવો પડે અને નિયમોની અવગણના ન થાય. આરબીઆઈએ આ સૂચના એવા સમયે જારી કરી છે યારે એનબીએફસી કંપની આઈઆઈએફએલ ફાઈનાન્સ પર ઘણા નિયમો તોડવાનો આરોપ છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે કેટલીક કંપનીઓએ કાયદા દ્રારા નિર્ધારિત મર્યાદા કરતાં વધુ રોકડમાં લોન આપી હતી અને વસૂલ કરી હતી.
આરબીઆઈએ એનબીએફસીને પત્ર લખીને આ અંગે માહિતી આપી છે અને કહ્યું છે કે નિયમો અનુસાર, ૨૦ હજાર પિયાથી વધુની રોકડ લોન કોઈપણ ગ્રાહકને વહેંચી શકાતી નથી. આવી સ્થિતિમાં, કોઈપણ એનબીએફસીએ લોનની રકમ ૨૦,૦૦૦ પિયાથી વધુ રોકડમાં ન આપવી જોઈએ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application