જયા પ્રદા સામે ફરી એકવાર બિનજામીનપાત્ર વોરટં જારી

  • September 19, 2024 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અભિનેત્રી જયા પ્રદા વિદ્ધ ફરી એકવાર બિનજામીનપાત્ર વોરટં જારી કરવામાં આવ્યું છે જેના પગલે પૂર્વ સાંસદની મુસીબતો ઘણી વધી ગઈ છે. કોર્ટે અભદ્ર ટિપ્પણી કેસમાં અભિનેત્રી સામે બિનજામીનપાત્ર વોરટં જારી કયુ છે. આ સાથે જ કેસમાં પ્રત્યક્ષદર્શીનું નિવેદન મેળવવા માટે વાદીની અરજી પણ કોર્ટે ફગાવી દીધી હતી.
ઉત્તર પ્રદેશની મુરાદાબાદ કોર્ટે ફરી એકવાર અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયા પ્રદાની મુશ્કેલીઓ વધારી દીધી છે. પૂર્વ સાંસદ અભદ્ર ટિપ્પણી કેસમાં પોતાનું નિવેદન નોંધવા માટે કોર્ટમાં આવ્યા ન હતા. આ પછી કોર્ટે ફરી એકવાર તેમની સામે બિનજામીનપાત્ર વોરટં જારી કયુ છે. સાથે જ આ કેસમાં પ્રત્યક્ષદર્શીનું નિવેદન મેળવવા માટે વાદીની અરજી પણ નામંજૂર કરવામાં આવી હતી. કોર્ટે વાદીને ૫૦૦ પિયાનો દડં ફટકાર્યેા છે. કોર્ટે આગામી સુનાવણી માટે ૩૦ સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે. જયા પ્રદા પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી બદલ ૫ વર્ષ પહેલા કેસ નોંધવામાં આવ્યો હતો. તેની સુનાવણી વિશેષ સાંસદ–ધારાસભ્ય કોર્ટમાં ચાલી રહી છે.
આ કેસમાં જયા પ્રદાનું નિવેદન કોર્ટમાં નોંધવાનું છે. આ કેસમાં સમન્સના આદેશ બાદ પણ જયા પ્રદા હાજર નથી થઈ રહ્યા. જો કે કોર્ટમાં હાજર ન થવાને કારણે તેની સામે બિનજામીનપાત્ર વોરટં જારી કરવામાં આવ્યું છે. આ સાથે આ કેસમાં પોતાની તરફેણમાં જુબાની આપવા માટે ગત તારીખે પ્રત્યક્ષદર્શી તરીકે કોર્ટમાં અરજી રજૂ કરવામાં આવી હતી. સુનાવણી બાદ મેજિસ્ટ્રેટ એમપી સિંહે અરજી ફગાવી દીધી હતી. સ્પેશિયલ પબ્લિક પ્રોસિકયુટર મોહનલાલ વિશ્નોઈએ કહ્યું કે જયા પ્રદાએ કોર્ટમાં હાજર થઈને અભદ્ર ટિપ્પણીના કેસમાં પોતાનું નિવેદન નોંધવું પડશે. કોર્ટમાં હાજર ન થવાને કારણે કોર્ટમાં નિવેદનો લેવાઈ રહ્યાં નથી


કોર્ટે નોન બેલેબલ વોરટં જારી કયુ

 જયા પ્રદાને કોર્ટમાં હાજર ન થવા બદલ નોન બેલેબલ વોરટં જારી કરવામાં આવ્યો છે. તે જ સમયે, વાદી પક્ષ વતી એડવોકેટ વૈભવ અગ્રવાલે કેસમાં પ્રત્યક્ષદર્શી સૈફુલ્લા ખાનના નિવેદન માટે અરજી આપી હતી. આ અંગેની ચર્ચા બાદ કોર્ટે આજે અરજી ફગાવી દીધી હતી. સમયનો બગાડ કરવા બદલ ફરિયાદી પક્ષને ૫૦૦ પિયાનો દડં પણ ફટકારવામાં આવ્યો છે. એડવોકેટ અભિષેક ભટનાગરનું કહેવું છે કે કોર્ટમાં કેસની આગામી સુનાવણી માટે ૩૦ સપ્ટેમ્બરની તારીખ નક્કી કરાઇ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News