યાર્ડની સામે ખેડુતના મકાનમાંથી 2.10 લાખના દાગીનાની ચોરી : શહેરમાં તસ્કરોની રંજાડ યથાવત
જામનગર શહેરમાં વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે, હાપા યાર્ડ નજીક વાડી વિસ્તારમાં આવેલા એક મકાનમાં સપ્તાહ પહેલા ત્રાટકેલા શખ્સો 2.10 લાખની કીંમતના સોનાના દાગીના ચોરી કરી ગયા છે જે અંગે ફરીયાદ કરવામાં આવતા તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડની સામે રેલ્વેના ફાટકની બાજુમાં વાડી વિસ્તારમાં રહેતા, ખેતીકામ કરતા ધર્મેશ દેવશીભાઇ ચૌહાણ (ઉ.વ.40)ના ઘરમાં ગત તા. 25-3-24ના સમયગાળા દરમ્યાન કોઇ અજાણ્યા તસ્કરો ગેરકાયદે પ્રવેશી દરવાજાનો લોક તોડી અંદર ત્રાટકયતા હતા.
દરમ્યાન ઘરમાંથી જુના સોનાના દાગીના જેમાં એક હાર, લકી, બે નંગ સોનાની બંગડી, બે સોનાની વીંટી, સોનાનો ચેન, એક પેડલ મળી આશરે સાડા આઠેક તોલા સોનું જેની કિ. ા. 2.10 લાખના દાગીના ચોરી કરી ગયા હતા.
ધર્મેશભાઇ દ્વારા ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં અજાણ્યા ઇસમો વિરુઘ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, ઉલ્લેખનીય છે કે શહેર વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી તસ્કરોની રંજાડ યથાવત રહેવા પામી છે, ખોડીયાર કોલોની વિસ્તારમાં દુકાન અને મકાનમાં થયેલી ચોરીના બનાવો તાજા છે ત્યાં વધુ એક ઘરમાં હાથ ફેરો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMઉગલવાણ ગામે યુવાનનો વ્યાજખોરના ત્રાસથી મરવા મજબુર બની આપઘાત
June 06, 2025 03:26 PMભાવનગરના યુવાન સાથે મુંબઈ, પટના અને અમરેલીના શખ્સોએ કરી ઠગાઈ
June 06, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech