ખંભાળિયામાં જિલ્લા પોલીસની નોબેલ કામગીરી: પોલીસ એમ્બ્યુલન્સ વાન દર્દીઓની સેવા માટે ફાળવાઈ

  • May 04, 2021 08:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

- અનેક દર્દીઓને મળ્યો લાભ –

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હાલ પિક સપાટીએ છે, ત્યારે સમગ્ર સરકારી તંત્ર તેને નાથવા કમર કસી રહ્યું છે. આરોગ્ય વિભાગ સાથે પોલીસ તંત્ર દ્વારા પણ આ માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

કોરોનાની સારવાર માટે એકમાત્ર સરકારી એવી ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ફૂલ છે. અહીં દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિતના સ્થળોએથી મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે અને કોરોના મુક્ત થઈ પરત જાય છે. ડિસ્ચાર્જ થતાં દર્દીઓની સેવા તથા તેઓને પોતાના ઘરે પહોંચવા મુશ્કેલી ન પડે તેવા ઉમદા આશય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા મહત્વનીનું પગલું લેવામાં આવ્યું છે.

સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને ફાળવવામાં આવેલી એમ.ટી. સેક્શનની એમ્બ્યુલસ સ્વસ્થ થયેલા કોવિડ દર્દીઓને જે- તે સ્થળે પહોંચાડવા માટે આ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ થયેલા પૈકીના દર્દીઓ માટે નિયમિત રીતે આ એમ્બ્યુલન્સ સેવા વિનામુલ્યે ફાળવવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ દૈનિક સરેરાશ 10 થી 12 જેટલા દર્દીઓને તેમના રહેણાંક સુધી સલામત રીતે પહોંચાડવા સાથે માર્ગમાં તેમને પોલિસ તંત્ર દ્વારા ચા-પાણી, નાસ્તો પણ કરાવવામાં આવે છે. એમ્બ્યુલન્સનો કોરોના ગાઈડ લાઈન મુજબ ઉપયોગ કરવા સાથે તેને નિયમિત રીતે સેનેટાઈઝડ પણ કરવામાં આવે છે જેથી કોરોનાનું સંક્રમણ ન ફેલાય.

જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ આ એમ્બ્યુલન્સ સેવાની સમગ્ર કામગીરી અહીં ડી.વાય.એસ.પી. સમીર સારડા સાથે પી.આઇ. એન.જે. ઓડેદરા, પી.આઈ. વી.વી. વાગડીયા દ્વારા કુનેહ અને સૂઝ-બૂઝ પૂર્વક કરવામાં આવી રહી છે. પોલીસ તંત્રની આ આશીર્વાદરૂપ સેવાએ અનેક દર્દીઓમાં રાહતની લાગણી પ્રસરાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS