હાલમાં ઉનાળા દરમ્યાન પોરબંદર જિલ્લામાં પીવાના પાણી માટે લોકો હેરાન થાય નહી તે માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં અમૂલ્ય માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યુ હતુ.
પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર એસ.ડી. ધાનાણીની અધ્યક્ષતામાં જિલ્લા પાણી અને સ્વચ્છતા સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની હાલની સ્થિતિ, પાણી વિતરણ વ્યવસ્થા અને સ્વચ્છતા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકની શઆતમાં અગાઉ યોજાયેલી સમિતિની બેઠકની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. ત્યારબાદ વિવિધ કચેરીઓ તરફથી પોરબંદર જિલ્લામાં પીવાના પાણી માટે રજૂ થયેલા કામોની ચર્ચા કરવામાં આવી અને નવી યોજનાઓને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી તેમજ વિવિધ ગામોમાં પીવાનું પાણી સુપરીત રીતે પહોંચે એ માટે આયોજનાત્મક દરખાસ્તો અને કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન ૦% અને ૧% થી ૩૦% સુધી પાણી વેરો વસૂલતા ગ્રામ પંચાયતો,પાણી સમિતિઓની કામગીરીનું વિશ્ર્લેષણ કરવામાં આવ્યું અને સંબંધિત પ્રશ્ર્નોના નિવારણ માટે ઉઠાવવામાં આવનાર પગલાંઓ અંગે ચર્ચા થઈ હતી. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં હયાત પાણી સ્ટોરેજ સુવિધાઓ અને તેમનાં આજુબાજુની સફાઈની સ્થિતિની સમીક્ષા કરીને જરી સૂચનાઓ અપાયા હતા.
જલ શક્તિ અભિયાન અંતર્ગત જલ શક્તિ વેબ પોર્ટલ પર યૂઝર આઈ.ડી. બનાવવાની પ્રક્રિયા, શાળાઓ તથા આંગણવાડીઓમાં સ્વચ્છ અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ રહે એ માટે કરવાં જઈ રહેલા પ્રયાસો અને આગામી યોજનાઓ અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, વાસ્મોના યુનિટ મેનેજર તથા સભ્ય સચિવ એ.બી. પાંડે, પોરબંદર જિલ્લા ગ્રામિણ વિકાસ એજન્સીના ડિરેક્ટર રેખાબેન સરવૈયા તથા અન્ય સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech