કોઈ પણ સમયે અને કોઇ પણ સ્થળે આંદોલન કરવાનો અધિકાર કોઇને નથી : સુપ્રીમકોર્ટ

  • February 14, 2021 05:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે ક્યાંય પણ અને ક્યારેય પણ પ્રદર્શન કરવાનો અધિકાર કોઈને નથી. સાથે સાથે સુપ્રીમ કોર્ટે ગત વર્ષે પોતાના આપેલા આદેશની સમીક્ષા કરવાની માંગ કરતી અરજી ફગાવી હતી.

 

ગત વર્ષે એક નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે શાહિન બાગમાં નાગરિકતા સંશોધન કાયદા માટે થઇ રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન સાર્વજનિક રસ્તા ઉપર કબજો જમાવવો એ સ્વીકાર્ય નથી. કેટલાક પ્રદર્શનો કે વિરોધો અચાનક થઇ શકે છે, પરંતુ લાંબા સમય સુધી સાર્વજનિક સ્થળો પર ના તો કબજો થઈ શકે ના તો વિરોધ પ્રદર્શન દર્શાવી શકાય. બીજા લોકોના અધિકાર પ્રભાવિત થાય તેવું આંદોલનકારીઓને કરવાની છૂટ નથી.

 

 જસ્ટિસ સંજય કિશન કોલ, અનિરુદ્ધ બોસ, શ્રી કૃષ્ણ મુરારીની બેંચે કહ્યું હતું કે, અમે સમીક્ષા અરજી અને સિવિલ અપીલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તે ચોક્કસ છે કે જે આદેશની સમીક્ષા કરવાની માંગ કરી છે તેમાં પુનર્વિચાર કરવાની કોઈ જરૂરિયાત નથી.

 

જજોની બેંચે નિર્ણય આપતા કહ્યું હતું કે, અમે પહેલા  આ નિર્ણય ઉપર વિચાર કર્યો અને પછી એ બાબત પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે પ્રદર્શન કર્તાઓને વિરોધ કરવાનો પોતાની અસંમતિ દર્શાવવાનો બંધારણીય હક છે, જોકે તેની કેટલીક ફરજો પણ છે.

 

સુપ્રીમકોર્ટે શાહીન બાગ નિવાસી કનીજ ફાતિમા અને અન્યની અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે પ્રદર્શન કરવાનો અધિકાર કોઈપણ જગ્યાએ અને ક્યારેય પણ મળી શકે નહીં. કેટલાંક અંદોલનો જ માત્ર અચાનક થઇ શકે પરંતુ લાંબા સમય સુધીનું પ્રદર્શન સાર્વજનિક સ્થળો પર સતત થઈ શકે નહીં. કોઈપણ વ્યક્તિને તેનો વિરોધ દર્શાવવામાં અન્ય વ્યક્તિના અધિકારોને પ્રભાવિત કરવાની પરમિશન નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS