કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહત્પલ ગાંધી અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતના ભાગપે ગઈકાલે ટેકસાસના ડલ્લાસ પહોંચ્યા હતા. અહીં તેમણે યુનિવર્સિટી ઓફ ટેકસાસના વિધાર્થીઓ સાથે ભારતની રાજનીતિ, અર્થતત્રં અને ભારત જોડો યાત્રા વિશે ચર્ચા કરી હતી. પોતાના જૂના ભાષણનો ઉલ્લેખ કરતા રાહત્પલ ગાંધીએ કહ્યું કે યારે મેં સંસદમાં મારા ભાષણમાં અભયમુદ્રાનું વર્ણન કયુ ત્યારે તમે જોયું હશે કે તે નિર્ભયતાનું પ્રતિક છે અને તે દરેક ભારતીય ધર્મમાં હાજર છે. યારે હત્પં આવું કહી રહ્યો હતો ત્યારે ભાજપ તેને સહન કરી શકયું નહીં. બીજી વાત એ થઈ કે લોકોમાંથી ભાજપનો ડર ગાયબ થઈ ગયો. અમે જોયું કે ચૂંટણીના પરિણામો પછી તરત જ, થોડી જ મિનિટોમાં, ભારતમાં કોઈ પણ વ્યકિત ભાજપ અથવા ભારતના વડા પ્રધાનથી ડરતું નથી. તેથી આ મોટી સિદ્ધિઓ છે.
રાહત્પલ ગાંધીએ કહ્યું કે ભારતીય રાજનીતિમાં નફરતનું વાતાવરણ છે, પરંતુ પ્રેમ અને ભાઈચારાનું રાજકારણ ભારત જોડો યાત્રાથી શ થયું. તેમણે ભારતમાં રોજગારની સમસ્યાને પણ મુખ્ય મુદ્દો ગણાવ્યો અને કહ્યું કે તેનું કારણ એ છે કે દેશે ઉત્પાદન પર ધ્યાન આપ્યું નથી.
રાહત્પલ ગાંધીએ કહ્યું કે વિશ્વના ઘણા ભાગોમાં ખાસ કરીને પશ્ચિમી દેશો અને ભારતમાં રોજગારની સમસ્યા ગંભીર છે. પરંતુ કેટલાક દેશો એવા છે યાં આ સમસ્યા આ પડકારનો સામનો કરી રહ્યા નથી. તેનું એક મુખ્ય કારણ ઉત્પાદનનું કેન્દ્રીકરણ છે. આજે ચીન વૈશ્વિક ઉત્પાદનમાં આગળ છે. અમેરિકા, યુરોપ અને ભારતે ઉત્પાદનનો વિચાર છોડી દીધો અને તેને ચીનને સોંપી દીધો. ઉત્પાદનનું કાર્ય રોજગારીનું સર્જન કરે છે, પરંતુ હવે પશ્ચિમી દેશો અને ભારત માત્ર વપરાશના આયોજન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ભારતે ઉત્પાદનના વિચારને ફરીથી સમજવાની જર છે. રાહત્પલે ટેકસાસ યુનિવર્સિટીમાં રોજગાર અંગે જણાવ્યું હતું કે, વૈશ્વિક ઉત્પાદન પર ચીનનું નિયંત્રણ, ઉત્પાદન ક્ષેત્રે સુધારો નહીં થાય તો ભારતમાં ગંભીર સામાજિક સમસ્યાઓ ઊભી થશે.
વિધાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન રાહત્પલ ગાંધીએ સંસદમાં વિપક્ષની ભૂમિકા અને રાજકારણમાં સાંભળવાના મહત્વ પર ભાર મૂકયો હતો. તેમણે કહ્યું, બોલવા કરતાં સાંભળવું વધુ મહત્વનું છે, કારણ કે સાંભળીને તમે લોકોને વધુ સારી રીતે સમજો છો. દરેક મુદ્દાને ઉઠાવવો જરી નથી, પરંતુ ધ્યાન તે મૂળભૂત મુદ્દાઓ પર હોવું જોઈએ જે લોકોના જીવનને અસર કરે છે
ભાજપ આપણી પરંપરા પર હત્પમલો કરી રહ્યો છે
રાહત્પલે વધુમાં કહ્યું કે, જયારે હુ બંધારણને ટાંકતો હતો, ત્યારે લોકો સમજતા હતા કે હુ શું કહી રહ્યો છું. તેઓ કહેતા હતા કે ભાજપ આપણી પરંપરા પર હત્પમલો કરી રહ્યો છે, આપણી ભાષા પર હુમલો કરી રહી છે, આપણા રાયો પર હત્પમલો કરી રહી છે. સૌથી મહત્વની વાત ભારતનું બંધારણ પર હત્પમલો કરે છે તે આપણી ધાર્મિક પરંપરા પર હત્પમલો કરી રહ્યો છે
ઓછું બોલો, ઘરે રહો... મહિલાઓ માટે આરએસએસનું આ વલણ
રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ પર પણ નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું, આરએસએસ માને છે કે ભારત એક વિચાર છે અને અમે માનીએ છીએ કે ભારત વિચારોની બહુમતી છે. અમે માનીએ છીએ કે દરેકને ભાગ લેવાની છૂટ હોવી જોઈએ, સ્વપન જોવાની છૂટ હોવી જોઈએ. અને તેની જાતિ, ભાષા,ધર્મ, પરંપરા અથવા ઇતિહાસને ધ્યાનમાં લીધા વિના સ્થાન આપવું જોઈએ. આ ભાજપ અને અમારી વચ્ચેના વૈચારિક સંઘર્ષનો એક ભાગ છે. ભાજપ અને આરએસએસ માને છે કે મહિલાઓને પરંપરાગત ભૂમિકાઓ સુધી સીમિત રહેવું જોઈએ – ઘરમાં રહેવું, રસોઈ કરવી અને ઓછું બોલવું. અમાં માનવું છે કે ક્રીઓને ગમે તે કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMહલ્દીમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને મળશે ચમકદાર ત્વચા
December 23, 2024 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech