ભારતે નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરી દીધો છે. નવા કાયદાને લઈને ભારત અને અમેરિકા વચ્ચે તણાવ છે. દરમિયાન, ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસેટીએ કહ્યું કે યુએસ સિદ્ધાંતોને છોડી શકે નહીં.તેમણે કહ્યું કે ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતાનો સિદ્ધાંત લોકશાહીનો પાયો છે. યુએસએ કહ્યું કે તે સીએએ વિશે ચિંતિત છે અને તેના અમલીકરણ પર નજીકથી નજર રાખી રહ્યું છે, જેના પર ભારતે તીવ્ર પ્રતિક્રિયા આપી છે.ગારસેટીએ કહ્યું, 'તમે તમારા સિદ્ધાંતોને છોડી શકતા નથી. પછી ભલે તમે તમારા મિત્રોના કેટલા નજીક હોવ અથવા ભલે તમારી સામે દુશ્મનો હોય. પરંતુ તમે સિદ્ધાંતો માટે ઊભા છો. અમેરિકાએ સીએએને લઈને વિરોધ વ્યકત કર્યેા છે. ગારસેટ્ટીનું નિવેદન ત્યારે આવ્યું યારે વિદેશ વિભાગે અમેરિકાની ટિપ્પણીનો જવાબ આપતા કહ્યું હતું કે આંતરિક બાબતો પર અમને લેકચર આપવાની જર નથી.
કેન્દ્ર સરકારે ૧૧ માર્ચે નાગરિકતા સંશોધન કાયદો લાગુ કર્યેા છે. સીએએ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન–મુસ્લિમ ઇમિગ્રન્ટસને નાગરિકતા આપે છે જેઓ ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ પહેલા ભારત આવ્યા હતા. યારે તેમને પૂછવામાં આવ્યું કે આગામી રાષ્ટ્ર્રપતિની ચૂંટણીના પરિણામો ભારત સાથેના સંબંધો પર કેવી અસર કરશે? આ અંગે ગારસેટ્ટીએ કહ્યું કે કોણ ટોચ પર છે તેના પરથી બંને દેશોના સંબંધો નક્કી થતા નથી.
અમેરિકાએ ગુવારે કહ્યું કે તે ભારતમાં નાગરિકતા સંશોધન કાયદા સીએએની સૂચનાથી ચિંતિત છે. તેના અમલીકરણ પર અમેરિકા નજર રાખી રહ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવકતા મેથ્યુ મિલરે તેમની દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'અમે ૧૧ માર્ચે જારી કરાયેલ નાગરિકતા (સુધારા) કાયદાની સૂચનાથી ચિંતિત છીએ. અમે આ અધિનિયમને કેવી રીતે લાગુ કરવામાં આવશે તેની નજીકથી દેખરેખ રાખી રહ્યા છીએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMશ્રી દ્વારકાધીશ જગત મંદિરના પ્રસાદની ગુણવતા મુદ્દે મંદિરના પૂજારી પ્રમુખ સાથે ખાસ વાત ચિત્ત
December 24, 2024 07:15 PMચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech