BREAKING NEWS

બજેટ ગમે તેવડું હોય, કન્ટેન્ટ દમદાર હોવું જરૂરી નાના બજેટની ફિલ્મોની સફળતા પર અન્નુ કપૂરનું મોટું નિવેદન

  • July 17, 2026 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના કાળ પછી સિનેમા જગતમાં સતત એ વાત ચર્ચાનો વિષય રહી છે કે આખરે સિનેમાઘરોમાં કેવા પ્રકારની ફિલ્મો ચાલશે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક વર્ગ એવો પણ દાવો કરે છે કે હવે થિયેટરોમાં માત્ર મોટા સુપરસ્ટાર્સ અથવા મોટા બજેટવાળી ભવ્ય વિઝ્યુઅલ ફિલ્મો જ સફળ થઈ શકશે.જો કે, હિન્દી સિનેમામાં છેલ્લા ચાર દાયકા કરતાં પણ વધુ સમયથી સક્રિય અભિનેતા અન્નુ કપૂરનું માનવું કંઈક અલગ જ છે. તેઓ માને છે કે આજના દોરમાં નાના બજેટના ફિલ્મ નિર્માતાઓ માટે શ્રેષ્ઠ કન્ટેન્ટ (વાર્તા) અને દમદાર પર્ફોર્મન્સ (અભિનય) જ એકમાત્ર મોટો સહારો છે.

અન્નુ કપૂર આગામી ૨૪ માર્ચે રિલીઝ થઈ રહેલી ફિલ્મ 'ઉત્તર દા પુત્તર'માં જોવા મળશે. પોતાની ફિલ્મ અને નાના બજેટની ફિલ્મો વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે:"મોટા સ્ટાર્સની ફિલ્મોનું પોતાનું એક અલગ સ્થાન છે. પરંતુ જ્યારે એક નાના બજેટની ફિલ્મ, નાના અથવા નવા કલાકારો સાથે સિનેમાઘરોમાં આવે છે, ત્યારે તેણે પોતાના તમામ અસ્ત્ર-શસ્ત્ર એટલે કે ફિલ્મની વાર્તા, વિષયવસ્તુ અને દરેક પાસામાં દમ રાખવો પડે છે.

તેમણે વધુમાં એક રસપ્રદ ઉદાહરણ આપતા કહ્યું કે, "ગોલિયાથ અને ડેવિડની વાર્તા તો બધાએ સાંભળી જ હશે કે કેવી રીતે એક વિશાળકાય રાક્ષસ જેવા ગોલિયાથને ડેવિડ નામના નાના બાળકે પોતાની બહાદુરી અને ચતુરાઈથી હરાવ્યો હતો. નાના બજેટની ફિલ્મોએ પણ આ જ રીતે પોતાની ચતુરાઈ અને મજબૂત કન્ટેન્ટના જોરે આગળ વધવું પડશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application