સતત ત્રીજી વખત રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં

  • December 04, 2020 10:42 AM 95 views

ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ (એમપીસી) ની બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ બેઠકના પરિણામ મુજબ આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ ઉપરાંત રિવર્સ રેપો રેટ પણ જાળવવામાં આવ્યો છે. આરબીઆઈએ રેપો રેટ ૪ ટકા જાળવી રાખવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત રિવર્સ રેપો રેટ પણ ૩.૩૫ ટકા રાખવામાં આવ્યો છે. આ સતત ત્રીજી વખત છે જ્યારે આરબીઆઈએ રેપો રેટ અને રિવર્સ રેપોમાં કોઈ ફેરફાર કર્યો નથી.

આરબીઆઈના ગવર્નર શક્તિકાન્ત દાસની અધ્યક્ષતાવાળી નાણાકીય નીતિ સમિતિ (એમપીસી) ની બેઠકમાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટ નહીં બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમપીસીની ઓક્ટોમ્બરમાં મળેલ બેઠકમાં નીતિગમ દરમાં કોઈ ફેરફાર કરવામાં ન આવ્યો હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application