સુશાંતસિંહને ન્યાય અપાવવા નીતીશકુમારની પહેલ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુશાંતસિંહ રાજપૂતના કેસમાં રોજ એક નવો વણાંક આવી રહ્યો છે. સુશાંતસિંહના મૃત્યુનાં સમાચારથી લઈને હાલ સુધીમાં અનેક બોલીવુડ સેલિબ્રીટી અવનવા નિવેદનો આપી ચુક્યાં છે. વિવિધ સોશિયલ મીડિયા ઉપર જુદા જુદા હેઝટેગ ટ્રેન્ડ થયા છે. અનેક દિશાઓમાં વિચારવા માટે મજબૂર કરતા આ કેસમાં વધુ એક પાસું ઉમેરાયું છે.

 

તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે એક ન્યૂઝ ચેનલને સાથે વાતચીત કરતા સુશાંતસિંહ રાજપૂત કેસમાં નિવેદન આપ્યું હતું કે, જો સુશાંતસિંહનો પરિવાર માંગ કરશે તો તેઓ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(સી.બી.આઈ)ને તપાસ માટે ભલામણ કરશે. સાથે સાથે પટના પોલીસના વખાણ કર્યા હતાં અને મુંબઈ પોલીસને બિહાર પોલીસની મદદ કરવા માટે અપીલ કરી હતી. નીતીશકુમારનું કહેવું હતું કે સુશાંતને ન્યાય મળવો જ જોઈએ.

 

સુશાંતને ન્યાય અપાવવા માટે નીતીશકુમાર દરેક સંભવ કોશિશ કરવાની તૈયારી દર્શાવીને સુશાંતના પરિવારજનો અને ફેન્સને મોટું આશ્વાસન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઈ તપાસ માટે એક નિયમ છે કે, જ્યાં સુધી રાજ્યસરકાર પરિવાર કે અરજદારની માંગનાં આધારે સીબીઆઈ તપાસ માટે ભલામણ કરે નહીં ત્યાં સુધી સીબીઆઈ કોઈ પણ કેસમાં હસ્તક્ષેપ કરી શકે નહીં.

 

મળતા અહેવાલો અનુસાર સુશાંતસિંહનાં પરિવારજનો સુશાંતસિંહને ન્યાય મળે એ માટે દિવસ રાત એક કરી રહ્યાં છે. તેવામાં બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારની મદદ મળે તો આ કેસ સીબીઆઈ હેન્ડલ કરી શકે છે. બની શકે કે સીબીઆઈ તપાસ બાદ સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં કોઈ નવો જ વણાંક આવે, જોકે હાલ તો નીતીશકુમારનું આશ્વાસન જ ફેન્સને હાશકારો કરાવી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS