આ સપ્તાહે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ ખાતે બે શૈક્ષણિક સંસ્થાઓનો શુભારંભ થયો. આમાં નીતા મુકેશ અંબાણી જૂનિયર સ્કૂલ (એનએમએજેએસ) અને નીતા મુકેશ અંબાણી જૂનિયર સ્કૂલ અર્લી ઈયર્સ કેમ્પસનો (એનએમએજેએસ ઇવાયસી) સમાવેશ થાય છે. આનાથી મુંબઈ શહેરમાં નવતર અને ભવિષ્યલક્ષી શૈક્ષણિક અનુભૂતિનો સૂર્યોદય થયો છે.
આશરે 3 લાખ ચોરસ ફીટના બાંધકામ ક્ષેત્રફળમાં ફેલાયેલી, એનએમએજેએસમાં પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલ શિક્ષણ (વર્ગ 1થી 7) પર ધ્યાન કેન્દ્રિત કરાશે જ્યારે 30,000 ચોરસ ફીટના ક્ષેત્રફળમાં ફેલાયેલા અર્લી યર કેમ્પસમાં પ્રિ-સ્કૂલ અને કિન્ડરગાર્ટન શિક્ષણ સુવિધા અપાશે. બીકેસીમાં જ આવેલી શ્રી ધીરૂભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ (ડીએઆઇએસ) માં ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર અને સર્વાંગી વિકાસલક્ષી શિક્ષણ આપવાનું કાર્ય નિરંતર રીતે ચાલુ છે.
આ ત્રણેય સંસ્થામાં સાથે મળીને 1000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવાની સાથે સાર્વત્રિક અને ભવિષ્ય માટે તૈયાર કરનારું શિક્ષણ પ્રાપ્ત કરશે. એનએમએજેએસના વાઈસ-ચેરપર્સન તેમજ ધીરૂભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના (ડીએઆઇએસ) પૂર્વ વિદ્યાર્થીની ઈશા અંબાણી પિરામલે એનએમએજેએસ સ્કૂલનું નેતૃત્ત્વ સંભાળતા તેની કલ્પના રજૂ કરી છે. એનએમએજેએસ પ્રોજેક્ટ એ વિદ્યાર્થીઓની વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો સંતોષવાની સાથે તેમને અનોખી શીખવાની શૈલી પૂરી પાડે તેવી સંસ્થાનું સર્જન કરવાના તેમના વિચારોને પરાવર્તિત કરે છે. સાથે તેનાથી બાળકો પણ મોટા થઈને તેમની સંપૂર્ણ ક્ષમતાને નિખારવા પ્રેરિત તથા પ્રોત્સાહિત થશે.
આ ઉદઘાટન સમારોહમાં ઈશા અંબાણી પિરામલે જણાવ્યું હતું કે, “મેં એવા સ્થળનું સર્જન કરવાનું સ્વપ્ન જોયું હતું કે જે આપણને સહુને આપણી લાગણીસભર શ્રેષ્ઠતમ સહિયારા પ્રયાસો કરવા માટે પ્રેરિત કરે, જેનાથી એકબીજા સાથે મળીને એક મજબૂત અને મુક્ત સમુદાયની રચના કરી શકાય. આ સ્કૂલનું પારદર્શી સ્થાપત્ય તેનો પૂરાવો આપે છે. અહીં માત્ર શીખવા નહીં પણ સાથે મળીને વિકાસ પામવા તેમજ શ્રેષ્ઠ વ્યક્તિ બનવા પર ભાર અપાય છે.”
બાળકોમાં ઉત્સાહ, જુગુપ્સા અને મૂલ્યોની માવજત કરવાના મહત્ત્વ પર ભાર મૂકતા શ્રીમતી ઈશાએ જણાવ્યું હતું કે, “આનાથી તેઓ આજીવન કાંઈક ને કાંઈક શીખતા રહેશે. આ નવા સ્થળે તમે તમારા મિત્રો અને શિક્ષકો સાથે સહયોગ સાધીને સતત કશુંક નવું રચતા અને નિર્માણ કરતા રહેશો. આ સ્કૂલની વિશેષતા છે પારદર્શિતા, જ્યારે દિવાલો પારદર્શક હોય ત્યારે આપણે પ્રમાણિકતા, સચ્ચાઇ, આદર અને કરુણા સહિતના મૂલ્યો સાથે આપણે જીવવાનું હોય છે. ભવિષ્ય જ્યાં પણ લઇ જાય પરંતુ બાળકો તમારે તમારી સાથે આ જગ્યાએથી જીવનમાં શીખવાની અને આગળ વધવાની કળા લઇને જવાનું છે.” તેમણે ઉમેર્યું હતું કે, “હું પણ મારી માતા પાસેથી જ શીખી છું કે બીજાના જીવનમાં તમે કોઈ પરિવર્તન લાવો છો તો તેનાથી મોટો શિરપાવ તમારા માટે બીજો કાંઈ નથી
આ પ્રસંગે સંસ્થાના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “અમે પાછું વળીને જોઈએ છીએ તો અમને બે દાયકાની અમારી કામગીરી દેખાય છે જેમાં અમે ડીએઆઇએસનું એક ખુશીઓ ભરેલી સ્કૂલ તરીકે નિર્માણ કરવામાં સફળ રહી શક્યા કે જ્યાં હંમેશા સર્વોત્તમતાની સંસ્કૃતિ જોવા મળી. અહીં અમે પોતાના સ્વરૂપને સતત નવતર અને આર્ષદૃષ્ટા બનાવતા ગયા. આ રીતે જ અમે એનએમએજેએસનું પણ અનંત શિક્ષણના મંદિર તરીકે નિર્માણ કરવા કટિબદ્ધ છીએ.”
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં અસામાજિક તત્વોએ આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા લોકોના ટોળાં ઉમટા
December 23, 2024 03:30 PM૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech