લાલપુર બાંધણી કેન્દ્રની મુલાકાતે નીતા અંબાણી

  • February 13, 2024 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાંધણીના કામનું કર્યું નિરીક્ષણ: બહેનો દ્વારા કરાયું અદકેરૂ સ્વાગત



લાલપુરમાં આવેલા બાંધણી કેન્દ્રની દેશના ટોચના ઉધોગપતિ અને મુકેશ અંબાણીના પત્ની નીતાબેને મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેમણે બહેનો બાંધણીનું કામ કેવી રીતે કરે છે તેનું નિરીક્ષણ કરી બહેનો સાથે વાતર્લિાપ કર્યો હતો. લાલપુરમાં ચાર થાંભલા પાસે આવેલા બાંધણી કેન્દ્રમાં ઘણાં વર્ષોથી બહેનો દ્વારા બાંધણીનું ભરતકામ કરવામાં આવી રહ્યું છે.


કેન્દ્રમાં બહેનોને આ કામગીરી કઈ રીતે કરે છે તેનું નિરીક્ષણ કરવા માટે દેશના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ કંપનીના વડા મુકેશ અંબાણીના પત્ની નીતાબેન અંબાણી સોમવારે મોડી સાંજે લાલપુર આવી પહોંચ્યા હતાં.

જયાં તેણીનું અદકેરૂં સ્વાગત કરાયું હતું. ત્યારબાદ તેણીએ કેન્દ્રમાં બહેનો દ્રારા બાંધણી બાંધવાનું તેમજ અન્ય ભરતકામ કેવી રીતે કરવામાં આવે છે તેનું નિરીક્ષણ કરી બહેનો સાથે વાતર્લિાપ કર્યો હતો. નીતાબેન અંબાણી બાંધણી કેન્દ્રની મુલાકાતે આવતા બહેનોમાં ભારે આનંદની લાગણી ફેલાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News