નીતા અંબાણીના ડ્રાઈવરનો પગાર જાણી આંખો થઈ જશે ચાર, નોકરીમાં રાખતા પહેલા લેવાય છે ટેસ્ટ, ક્લિક કરીને વાંચો સંપૂર્ણ અહેવાલ

  • January 12, 2021 10:47 AM 1613 views

 ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી તેની દમદાર લાઈફસ્ટાઈલ માટે પ્રખ્યાત છે. અંબાણી હાઉસમાં ઝેડ સ્કોરિટી તૈનાત રહે છે. નીતા અંબાણી એંટીલિયામાં અંબાણી પરિવાર સાથે રહે છે, જે વિશ્વનું સૌથી મોંઘી રહેણાંક સંપત્તિ છે. આ લક્ઝુરિયસ હાઉસમાં, 600 જેટલા નોકરો અંબાણી પરિવારની સેવામાં દિવસ-રાત રોકાયેલા રહે છે.
 

નીતા અંબાણી એક સફળ બિઝનેસવુમન પણ છે. તે તેના શોખના કારણે પણ ઘણી વાર ચર્ચામાં રહે છે. તેમની જ્વેલરી, હેન્ડબેગ, કપડાં અને ફૂટવેર આ બધાની કિંમત કરોડોમાં છે. જો કે જાણીને નવાઈ લાગશે કે નીતા અંબાણીના સ્ટાફના લોકોનો પગાર પણ લાખોમાં છે.

 

નીતા અંબાણીના ઘરના સ્ટાફ અને ખાસ તો કારના ડ્રાઈવરે ઘણી પરીક્ષામાંથી પસાર થવું પડે છે. આ પરીક્ષામાં સફળ થનારા જ દેશના ધનિક પરિવારના સ્ટાફમાં જોડાવા માટે સક્ષમ માનવામાં આવે છે. આ માટે કરાર આપવામાં આવે છે. આ કંપનીઓ લાંબી પ્રક્રિયા પછી ડ્રાઇવરની પસંદગી કરે છે.જે ડ્રાઇવરની ટેસ્ટ બાદ પસંદગી કરવામાં આવે છે તેને પણ ખાસ તાલીમ આપવામાં આવે છે અને ત્યારબાદ જ તેને પરીવારની કાર ચલાવવા આપવામાં આવે છે.  અંબાણી પરીવાર માટે ડ્રાઇવરની પસંદગી કરતી વખતે તે પણ જોવામાં આવે છે કે ડ્રાઈવર તરીકે તે માર્ગમાં આવતી કોઈપણ સમસ્યાઓને કેવી રીતે પહોંચી વળે છે અને કારને કેવી રીતે નિયંત્રણમાં રાખે છે.

 

જ્યાં સુધી નીતા અંબાણીના સ્ટાફના પગારની વાત છે તો તેમને લાખોમાં પગાર મળે છે. નીતા અંબાણીના ડ્રાઇવરનો પગાર મહિનાના 2 લાખ રૂપિયા છે. એટલે કે નીતા અંબાણીના ડ્રાઇવરનું વાર્ષિક પેકેજ 24 લાખ રૂપિયા છે. પગાર ઉપરાંત, ડ્રાઇવરને રહેવા-જમવા સહિતની અનોક સુવિધાઓ અને અન્ય ઘણા ફાયદા પણ પ્રાપ્ત થાય છે. માત્ર ડ્રાઈવર જ નહીં, નીતા અંબાણીના મકાનમાં કામ કરતા કૂકનો પગાર પણ લાખોમાં છે.


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application