દરેડ ગામમાં પાના ટીચતા નવ શખ્સો આબાદ ઝડપાયા

  • April 02, 2021 10:08 PM 

દરોડા દરમ્યાન 14 હજારની મતા અને સાહિત્ય કબ્જે લેતી પોલીસ

દરેડ ગામમાં સ્કૂલની સામેની ગલીમાં ખોલી નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોય, આથી પોલીસે દરોડો પાડીને નવ શખ્સોને રોકડ સહિત 14710 ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા.

દરેડ વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા કુલદીપ ગયાપ્રસાદ જાટવ ઉ.વ.18 ધંધો મજુરી રહે. દરેડગામ આલ્ફા સ્કુલના ગેઇટની સામેની શેરી જામનગર મુળ.રહે. ફતેપુર થાના થરેડ જી દતીયા મ.પ્ર, હુકમચંદ જયરામ જાટવ ઉ.વ.40 ધંધો મજુરી રહે. દરેડ 90 ખોલી તાજી જામનગર મુળ.રહે રૂરી થાના લહાર જી.ભીંડ મ.પ્ર, દેવેન્દ્ર સીયાચરણ જાટવ ઉ.વ.21 ધંધો મજુરી રહે. દરેડગામ આલ્ફા સ્કુલના ગેઇટની સામે ની શેરી સાંગા ભાઇ ચારણના મકાનમા તાજી જામનગર મુળ.રહે. ફતેપુર થાના થરેડ જી દતીયા મ.પ્ર, મુકેશભાઇ રામપ્રસાદ જાટવ ઉવ.21 ધંધો મજુરી રહે. દરેડગામ આલ્ફા સ્કુલના ગેઇટની સામે ની શેરી સાંગા ભાઇ ચારણના મકાનમા તાજી જામનગર મુળ.રહે. ફતેપુર થાના થરેડ જી દતીયા મ.પ્ર, ઓમબીહારી રાધાક્રીષ્ણ જાટવ ઉ.વ. 35 ધંધો મજુરી રહે. દરેડ પટેલ શેરી ધનજીભાઇ પટેલ ના મકાનમા તાજી જામનગર મુળ.રહે રાઇપુરા-2 થાના દભોઇ જી.ભીંડ મ.પ્ર, માતાપ્રસાદ ગૌરીરામ જાટવ ઉ.વ.40 ધંધો મજુરી રહે. દરેડગામ આલ્ફા સ્કુલના ગેઇટની સામેની શેરી સાંગા ભાઇ ચારણના મકાનમા તાજી જામનગર મુળ.રહે. ફતેપુર થાના થરેડ જી દતીયા મ.પ્ર, નીલેશભાઇ ગ્યાનસિંહ જાટવ ઉ.વ.18 ધંધો મજુરી રહે. દરેડ, સાંગાભાઇની ખોલીમા તા.જી. જામનગર મુળ રહે. ભરગવા થાના ઇન્દ્રગઢ જી.દતીયા મ.પ્ર, નરેન્દ્ર કરણસિંહ જાટવ ઉ.વ.28 ધંધો મજુરી રહે. દરેડ, મસીતીયા રોડ હુશેનભાઇની ખોલીમા તા.જી. જામનગર મુળ રહે. રાયપુરા-2 થાના દભોઇ જી.ભીંડ મ.પ્ર તથા જગમોહન મેરવાન જાટવ જાતે અનુ.જાતી ઉ.વ.32 ધંધો મજુરી રહે. દરેડ, બસ સ્ટેન્ડ પાસે ફ્લોરમીલ પાસે તા.જી. જામનગર મુળ રહે. રાયપુરા-2 થાના દભોઇ જી.ભીંડનો સમાવેશ થાય છે.
પોલીસે દરોડા દરમ્યાન જુગાર રમતા ઉપરોક્ત શખ્સોને પકડી અંગઝડતી અને પટમાંથી કુલ 14710 ના મુદ્દામાલ કબ્જે કરી તમામની સામે પંચ બી માં જુગારધારા મુજબ ફરિયાદ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS