જસદણના પોલારપર ગામની સીમમાં રહેતા યુવકને કૌટુંબિક ભાઈ અને તેના સસરા, સાળા સહિતનાએ હુમલો કરતા છોડાવવા વચ્ચે પડેલી પત્નીને પણ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દંપતિને ઇજા થવાથી પ્રથમ જસદણ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. યુવકના પિતા વાડીના રસ્તેથી ટ્રેકટર લઈને આવતા હતા ત્યારે સેઢા પડોશીનું મોટરસાઇકલ રસ્તામાં આડુ પડ્યું હોય જે લઇ લેવાનું કહેતા આ બાબતે ઝગડો કરી તેનો ખાર રાખી હુમલો કર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ પોલારપર ગામની સીમમાં રહેતા અને ખેતીકામ કરતા મહેશભાઈ ધીરુભાઈ જતાપરા (ઉ.વ.35) નામના યુવકે જસદણ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં પડોશમાં રહેતા કિશન ધીરૂ ભાઇ જતાપરા, કિશનના સસરા, કિશનના સાળા (રહે બંને બાખલવડ), ધીરૂ જગશીભાઇ જતાપરા, મિલન ધીરૂભાઇ જતાપરા, ભોળા જગશીભાઇ જતાપરા, અશ્વીન ભોળાભાઇ જતાપરા, વિપુલ ભોળાભાઇ જતાપરા, જેન્તી જગશીભાઇ જતાપરા (રહે બધા-પોલારપર સીમ તા-જસદણ) ના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા.14ના રાત્રીના હું મારા પત્ની, ફુવામ દાદા સહિતના પરિવારજનો ઘરે ફળિયામાં બેઠા હતા ત્યારે સેઢા પડોશી કિશન તેના સસરા, તેના ત્રણ સાળા આવ્યા હતા જેમાં કિશનના હાથમાં ધોકો હતો. ફળિયામાં આવી મોટેથી રાડો પાડવા લાગ્યો હતો કે, ટેરો બાપ ક્યાં છે તેને બહાર કાઢ તેમ કહી ગાળો આપવા લાગતા તેને ગાળો આપવાની ના પાડતા કિશનના સાળા અને સસરાએ મને પકડી રાખ્યો હતો અને કિશનએ લાકડાના ધોકાથી મારમારવા લાગ્યા હતા, મારા ફુવા અને પત્ની છોડાવવા વચ્ચે પડતા બધાએ ભેગા મળી તેને પણ ઢીકાપાટુનો મારમાર્યો હતો. થોડીવારમાં ધીરુ જગશી, મિલન ધીરુ, ભોળા જગસી, અશ્વિન ભોળા બધા આવી જતા એ બધાએ પણ ગાળો આપી મારમાર્યો હતો. અને જતા જતા તારો બાપ ઘરે આવશે ત્યારે પાછા આવશું અને પોલીસને જાણ કરશો તો જાનથી મારી નાખીશું તેમ ધમકી આપી હતી. મને ઇજા થવાથી 108ને જાણ કરતા પ્રથમ જસદણ અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા ત્યાં સારવાર લીધી હતી.
હુમલા પાછળનું કારણ જાણવાયું હતું કે, મારા પિતાજી ટ્રેકટર લઈને વાડીના રસ્તેથી જતા હતા ત્યારે કિશનનું મોટરસાઇકલ રસ્તામાં પડ્યું હતું જે સાઈડમાં લઇ લેવાનું કહેતા બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી હુમલો કર્યો હતો. પોલીસે નવ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech