૨૫ ડિસેમ્બર શુસાસન દિવસે રાજયમાં નવી નવ મહાનગર પાલિકાનો થશે ઉદય

  • December 19, 2024 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૨૫ ડિસેમ્બરે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી પર સુશાસન દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ને વાજપેયીના સન્માનમાં વર્ષ ૨૦૧૪માં સરકારમાં જવાબદેહી લોકો વચ્ચે જાગકતા વધારવા માટે સ્થાપિત કરવામાં આવ્યો હતો.
 આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખતા સુશાસન દિવસને સરકાર માટે કાર્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. ગુડ ગવર્નેન્સ ડેના અવસરે લોકો અટલ બિહારી વાજપેયીને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપે છે. આ દિવસે તેમને યાદ કરીને તેમના દ્રારા કરવામાં આવેલા કામ વિશે વાત કરવામાં આવે છે.આ માટે
અલગ–અલગ જગ્યાઓ પર સેમિનારનું આયોજન પણ થાય છે.
આ દિવસે ગુજરાતમાં અ–વર્ગ ધરાવતી નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકા નો દરો આપવામાં આવશે પરિણામે ગુજરાત રાયમાં વધારાની નવ મહાનગરપાલિકાનું ઉદય થતા રાયમાં કુલ ૧૭ મહાનગરપાલિકાનું માળખું બનશે.
વર્ષ ૨૦૨૪ ૨૫ના બજેટ સત્ર દરમિયાન રાય સરકાર દ્રારા સાત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી હતી.
આ તમામ નગરપાલિકાને મહાનગરપાલિકા નો દરો મળતા આગામી દિવસોમાં યોજનારી નગરપાલિકાની ચૂંટણી ૮૫ ના બદલે ૬૦ નગરપાલિકાઓમાં યોજાશે આ મહાનગરપાલિકાની આજુબાજુની નાની નાની નગરપાલિકાઓને તેમાં સમાવી લેવાતા નગરપાલિકાની સંખ્યામાં ઘટાડો થશે.
ગુજરાત રાયના શહેરી વિકાસ વિભાગ દ્રારા આ અંગેની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવાથી ભૌગોલિક વિસ્તારનો વિકાસ થશે સાથે સાથે રાયને કેન્દ્ર સરકાર દ્રારા અપાતી નાણાકીય સહાયમાં પણ નોંધપાત્ર વધારો થશે.
અહીં નોંધવું જરી છે કે વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારની બે વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ૨૫ મી ડિસેમ્બરે સુશાસન દિવસની ઉજવણી માટેની તળાવમાં તૈયારીઓ શ કરી દેવામાં આવી છે આ દિવસે નગરપાલિકાઓને મહાનગરપાલિકા જાહેર કરતા નોટિફિકેશન રાયના શહેરી વિકાસ વિભાગ દ્રારા બહાર પાડવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application